મીડિયા કિટનો ઉપયોગ કરવાની રીત વિશે જાણો

નવેમ્બર 2021થી, અમુક પસંદ કરેલા નિર્માતા માટે, BrandConnect ડૅશબોર્ડમાં ટૅબ તરીકે મીડિયા કિટ સાર્વજનિક રીતે રિલીઝ થઈ રહી છે. મીડિયા કિટ ઑડિયન્સ વિશે સમૃદ્ધ માહિતી અને ચૅનલના મેટ્રિક ઑફર કરે છે, જેથી નિર્માતાઓને બ્રાંડ સ્પોન્સરશિપ માટે પોતાને અસરકારક સ્થિતિમાં મૂકવામાં સહાય મળે.

મીડિયા કિટ Studioમાં BrandConnect ટૅબમાં ઘણી નવી સુવિધાઓ લાવે છે.

ઑડિયન્સ અને ચૅનલનો ડેટા જુઓ

તમે Studioની અંદર મીડિયા કિટ લેબલ ધરાવતા કાર્ડમાં કમાણી કરો અને પછી BrandConnect અને પછી મીડિયા કિટ જુઓ પસંદ કરીને મીડિયા કિટ ઍક્સેસ કરી શકો છો.

ત્યાંથી, તમને ચૅનલનો નીચે જણાવેલો ડેટા મળશે:

  • ચૅનલનું બૅનર અને બાયો
  • મુખ્ય ઑડિયન્સ અને શૉપિંગની કૅટેગરી
  • ચૅનલના મુખ્ય આંકડા અને વસ્તી વિષયક માહિતી
  • સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટની ઝુંબેશના વીડિયો
  • એકંદરે લોકપ્રિય વીડિયો
  • ફૂટર જે નિર્માતાની સંપર્ક માહિતી અને સોશિયલ મીડિયા હૅન્ડલ તેમજ રિપોર્ટ જનરેટ કરવાનો સમય બતાવે છે

તમારો મીડિયા કિટ રિપોર્ટ કસ્ટમાઇઝ કરો

ચૅનલના જે પાસા વિવિધ બ્રાંડને આકર્ષિત કરશે તેવી સંભાવના હોય, તેને હાઇલાઇટ કરવામાં નિર્માતાઓને સહાય કરવા માટે, મીડિયા કિટ રિપોર્ટમાં મળેલા કાર્ડમાં ફેરફાર કરી શકાય છે.

કાર્ડને કસ્ટમાઇઝ કરવા માટે:

  1.  મેનૂ પસંદ કરો.
  2.  ફેરફાર કરો પર ક્લિક કરો.

    પછી તમે કાર્ડ માટે પસંદ કરેલા ચૅનલ બાયો, વીડિયો અથવા કૅટેગરીને કસ્ટમાઇઝ કરી શકો છો.

    નોંધ: તમામ કાર્ડમાં ફેરફાર કરી શકાતો નથી. જો તમે આપેલા કાર્ડમાં ફેરફાર ન કરી શકતા હો, તો તમે રિપોર્ટમાંથી માહિતી છુપાવો વિકલ્પ પસંદ કરી શકો છો.

    વીડિયો શામેલ કરતા કાર્ડમાં ફેરફાર કરવા માટે, તમે શામેલ કરવા માટે વધુમાં વધુ 4 વીડિયો પસંદ કરી શકો છો. કૅટેગરી શામેલ કરતા કાર્ડ માટે, તમે કાર્ડ દીઠ વધુમાં વધુ 5 કૅટેગરી પસંદ કરી શકો છો.

    જો તમે કાર્ડમાંથી રિપોર્ટ બાકાત રાખવા માગતા હો:

  3.  મેનૂ પસંદ કરો.
  4. છુપાવો પર ક્લિક કરો.

ઑડિયન્સ અને શૉપિંગમાં રુચિઓ

મીડિયા કિટ YouTube પર દર્શકની પ્રવૃત્તિમાંથી ઑડિયન્સ અને શૉપિંગની રુચિઓ વિશે ઑડિયન્સની માહિતી પ્રદાન કરે છે. Googleના અનુમાન મુજબ અમુક ચોક્કસ રુચિઓ, ઇન્ટેન્ટ અને વસ્તી વિષયક માહિતી ધરાવતા લોકોના ગ્રૂપથી ઑડિયન્સ સેગ્મેન્ટ બનેલા હોય છે.

કાર્ડને કસ્ટમાઇઝ કરવા માટે:

  1.   મેનૂ પસંદ કરો.
  2.   ફેરફાર કરો પર ક્લિક કરો.
  3.  તમે સૌથી વધુ સંબંધિત અને સૌથી વધુ લોકપ્રિય કૅટેગરી મુજબ સૉર્ટ કરી શકો છો અને ઑડિયન્સની  અન્ય કૅટેગરી શોધવા માટે, શોધ બારનો ઉપયોગ કરી શકો છો.
  4.  ઑડિયન્સની વધુમાં વધુ એવી 5 કૅટેગરી પસંદ કરો, જે તમારા અને તમારી બ્રાંડ સ્પોન્સરશિપ માટે સંબંધિત હોય.
  5.  “સાચવો” પર ક્લિક કરો.

રિપોર્ટ PDFs તરીકે ડાઉનલોડ કરવા અને બ્રાંડ સાથે શેર કરવા

જ્યારે તમે રિપોર્ટમાં ફેરફાર કરી લો, ત્યારે મીડિયા કિટની સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં દેખાતો PDF ડાઉનલોડ કરો વિકલ્પ પસંદ કરો.

ખાતરી કરો કે તમને તમારા ડેટાને બ્રાંડ અથવા તમારા PDFના કોઈપણ અન્ય પ્રાપ્તકર્તા સાથે શેર કરવામાં વાંધો નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4704458017833021381
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false