લિંક કરેલી ચૅનલ કાઢી નાખો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
જ્યારે તમે લિંક કરેલી ચૅનલને કાઢી નાખો ત્યારે તમે તે ચૅનલ અને તમારા કન્ટેન્ટ મેનેજર વચ્ચેની લિંકને દૂર કરો છો. તમે આ પ્રમાણેની ક્ષમતા ગુમાવો છો:
  • તે ચૅનલ પરના વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાનું નિયંત્રણ કરવું 
  • તે ચૅનલ માટે વીડિયોનો દાવો કરવો
  • ચૅનલના માલિક ચૅનલના વીડિયોનો દાવો અને કમાણી કરી શકે છે કે નહીં તે સેટ કરવું (વીડિયોનો દાવો કરવાની ક્ષમતા ડિફૉલ્ટ રૂપે કન્ટેન્ટ મેનેજર માટે આરક્ષિત છે)
  • તે ચેનલ માટેના જોવાયાના ઇતિહાસની આવક અને પર્ફોર્મન્સ ડેટા જોવો

તમારી અનલિંક કરવાની વ્યૂહરચનાનો પ્લાન બનાવો

તમે ચૅનલને અનલિંક કરો તે પહેલા વ્યક્તિગત અસેટમાં ફેરફાર કરો છો કે કેમ તેના આધારે, અનલિંક કરવાના પરિણામો બદલાશે. તમારા ઇચ્છિત પરિણામ સાથે અનલિંક કરવા માટે નીચે આપેલાં વર્ણનનો ઉપયોગ કરો:

અનલિંક કરો અને તમામ દાવા પાછા ખેંચો

જો તમે અનલિંક કરતાં પહેલાં વ્યક્તિગત અસેટમાંથી તમારી માલિકી કાઢી નાખો તો વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવેલા વીડિયો અને તમે અનલિંક કરી રહ્યાં હો તે ચૅનલ દ્વારા અપલોડ કરાયેલ વીડિયો બંને પરના દાવાઓને નિષ્ક્રિય કરવામાં આવશે. 

તમારા વીડિયો પરના દાવાને અનલિંક કરો અને દાવો પાછો ખેંચો

જો તમે વ્યક્તિગત અસેટની માલિકી સંપાદિત કર્યા વિના કોઈ ચૅનલને અનલિંક કરો તો વપરાશકર્તા દ્વારા જનરેટ કરવામાં આવેલા વીડિયો પરના દાવા સક્રિય રહેશે. તે અસેટ સાથે સંકળાયેલી રેફરન્સ ફાઇલ નિષ્ક્રિય કરવામાં આવશે. તમે જે ચૅનલ અનલિંક કરી રહ્યાં હો તેના દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો પરના તમામ દાવાઓ કાઢી નાખવામાં આવશે.

અનલિંક કરો અને દાવાઓને સક્રિય રાખો

જો ચૅનલ નવા કન્ટેન્ટ મેનેજર પર જઈ રહી હોય તો જ આ વિકલ્પ ઉપલબ્ધ થશે. જો તમે ચૅનલને અનલિંક કરતાં પહેલાં ચૅનલની અસેટની માલિકી ટ્રાન્સફર કરો તો તમામ દાવાઓ સક્રિય રહેશે.

તમારા કન્ટેન્ટ મેનેજરમાંથી ચૅનલને કાઢી નાખો

નોંધ: તમારા એકાઉન્ટમાંથી ચૅનલને કાઢી નાખવાથી YouTube માંથી ચૅનલ દૂર થતી નથી અથવા ચૅનલ પરની કોઈપણ કન્ટેન્ટ કાઢી શકાતી નથી. તમારા ભાગીદાર દ્વારા અપલોડ કરાયેલા કોઈપણ દાવા પાછા ખેંચવામાં આવશે, પરંતુ વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલાં કન્ટેન્ટ પરનાં દાવાઓને અસર થશે નહીં. જો તમે કોઈપણ દાવા પાછા ખેંચવા માંગતા હો, તો ચૅનલને કાઢી નાંખતા પહેલાં તેને પાછા ખેંચી લો.

તમારા કન્ટેન્ટ મેનેજરમાંથી લિંક કરેલી ચૅનલને કાઢી નાખવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, ચૅનલ  પસંદ કરો.
  3. તમે જે ચૅનલને દૂર કરવા માગો છો તેની આગળના બૉક્સને ચેક કરો.
  4. અનલિંક કરો અને પછી કન્ફર્મ કરો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13009482168099707989
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false