સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન સાથે વીડિયો જોવા

કોઈ વીડિયોમાં સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સમર્થન અથવા સ્પૉન્સરશિપનો સમાવેશ થતો હોય ત્યારે નિર્માતા દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા મુજબ તમને વીડિયોની શરૂઆતમાં સ્પષ્ટતા જોવા મળશે.

નોંધ: YouTube Premium જાહેરાતમુક્ત વીડિયો પ્રદાન કરે છે. જોકે, તમને હજી પણ નિર્માતાઓ દ્વારા સીધા વીડિયોમાં ઉમેરવામાં આવતું સ્પૉન્સર કરેલું કન્ટેન્ટ જોવા મળી શકે છે.

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન આપવું એટલે શું?

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ:

  • કોઈ પ્રોડક્ટ અથવા સેવા વિશેના વીડિયો કારણ કે નિર્માતા અને પ્રોડક્ટ કે સેવા બનાવનારા વચ્ચે કોઈ કનેક્શન હોય છે.
  • કોઈ કંપની અથવા વ્યવસાય માટે વળતર અથવા કોઈ કિંમત વિના મળેલી પ્રોડક્ટ/સેવાના બદલામાં બનાવેલા વીડિયો.
  • કંપની કે વ્યવસાયની બ્રાંડ, મેસેજ અથવા તો પ્રોડક્ટને સીધી રીતે કન્ટેન્ટમાં શામેલ કરવામાં આવી હોય એવા વીડિયો અને કંપનીએ નિર્માતાને વીડિયો બનાવવા માટે નાણાં અથવા કોઈ કિંમત વિના પ્રોડક્ટ આપી હોય.

સમર્થન આપવું: કોઈ જાહેરાતકર્તા કે માર્કેટર માટે બનાવવામાં આવેલા વીડિયો, જેમાં નિર્માતાના મંતવ્યો, માન્યતાઓ કે પછી અનુભવોને દર્શાવતો મેસેજ શામેલ હોય.

સ્પૉન્સરશિપ: એવા વીડિયો કે જેને બનાવવા માટે કોઈ કંપની દ્વારા સંપૂર્ણ અથવા થોડો ખર્ચ આપવામાં આવ્યો હોય, જોકે એ વીડિયોના કન્ટેન્ટમાં સીધી રીતે બ્રાંડ, મેસેજ કે પ્રોડક્ટનું સંકલન થયું ન હોય. સ્પૉન્સરશિપ સામાન્ય રીતે આ બાબતોનો પ્રચાર કરે છે:

  • બ્રાંડ
  • મેસેજ
  • ત્રીજા પક્ષની પ્રોડક્ટ

જો તમે કોઈ નિર્માતા હો, તો સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થનને તમારા વીડિયોમાં ઉમેરવાની રીત અહીં શીખો.

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ દ્વારા જોવાતા કન્ટેન્ટ અથવા બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન કેવી રીતે કામ કરે છે?

બાળકો માટે બનાવાયા હોય તેવા વીડિયોમાં દેખાતા બધા પેઇડ પ્રમોશનમાં બાળકો સમજી શકે તેવી સ્પષ્ટતાનો સમાવેશ કરાય છે.

બધા પેઇડ પ્રમોશનમાં અમારી જાહેરાતની પૉલિસીઓનું પાલન થવું જરૂરી છે, જેના મુજબ કેટલીક કૅટેગરીમાં જાહેરાતો પ્રતિબંધિત કરવામાં આવે છે. "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ થયેલા કન્ટેન્ટ પરની જાહેરાતો ભ્રામક, ગેરવ્યાજબી અથવા તે જે ઑડિયન્સ માટે છે તેના માટે અયોગ્ય ન હોવી જોઈએ. કન્ટેન્ટમાં કોઈ ત્રીજા પક્ષના ટ્રૅકરનો ઉપયોગ ન થવો જોઈએ કે તે પહેલા માતાપિતાની સંમતિ મેળવ્યા વિના વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરતું હોવું ન જોઈએ. કન્ટેન્ટ બધા જ સંબંધિત કાયદા અને નિયમનોનું પણ પાલન કરતું હોવું જોઈએ. નિર્માતાઓ અને તેઓ જે બ્રાંડની સાથે કામ કરે છે, તે તેમના કન્ટેન્ટમાં પેઇડ પ્રમોશનની સ્પષ્ટતા કરવાની તેમની સ્થાનિક અને કાનૂની જવાબદારીઓ સમજવા તેમજ તેનું પાલન કરવા માટે જવાબદાર હોય છે. આમાંના કેટલાક બંધનકારક કરારોમાં ક્યારે અને કેવી રીતે સ્પષ્ટતા કરવી તથા કોને સ્પષ્ટતા કરવી તેનો સમાવેશ થાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2320315813733613561
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false