બાળકો અને કુટુંબો માટે: સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન આપવું એટલે શું?

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ શું છે? (બાળકો માટે)

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

જ્યારે તમે કોઈ વીડિયો જોતા હો, ત્યારે આ પ્રતીકવાળું પૉપ-અપ કદાચ તમને દેખાયું હશે. સાથે ક્યારેક એવી ટેક્સ્ટ પણ જોઈ હશે, જેમાં લખ્યું હોય કે “આ વીડિયો બનાવવા માટે આ ચૅનલને નાણાં અથવા મફત વસ્તુઓ મળી છે” કે પછી "પેઇડ પ્રમોશન શામેલ છે." આનો અર્થ એ થાય છે કે જે કોઈ વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે, તેને કંપની તરફથી નાણાં અથવા તો મફત માલસામાન મળી શકે છે.

ઉદાહરણ તરીકે, જો વીડિયોમાં કોઈ રમકડું દેખાતું હોય તો વીડિયોના નિર્માતાને એ રમકડું તમને બતાવવાના નાણાં મળી શકે છે. એ રમકડું વીડિયોમાં એટલા માટે હોય છે, કેમ કે તેનું નિર્માણ કરનારી કંપની ઇચ્છે છે કે તમે એ રમકડું ખરીદો.

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન આપવું એટલે શું?

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ:

  • નાણાં, મફત પ્રોડક્ટ કે પછી કોઈપણ શુલ્ક વિના સેવાઓ લેવાના બદલામાં, કોઈ કંપની કે વ્યવસાય માટે બનાવવામાં આવેલા વીડિયો.
  • કંપની કે વ્યવસાયની બ્રાંડ, મેસેજ અથવા તો પ્રોડક્ટને સીધી રીતે કન્ટેન્ટમાં શામેલ કરવામાં આવી હોય એવા વીડિયો. કંપનીએ વીડિયો બનાવવા માટે નિર્માતાને નાણાં અથવા મફત પ્રોડક્ટ આપી છે.

સમર્થન આપવું: કોઈ જાહેરાતકર્તા કે માર્કેટર માટે બનાવવામાં આવેલા વીડિયો, જેમાં નિર્માતા અથવા સમર્થન આપનારા પક્ષના મંતવ્યો, માન્યતાઓ કે પછી અનુભવોને દર્શાવતો મેસેજ શામેલ હોય.

સ્પૉન્સરશિપ: એવા વીડિયો કે જેને બનાવવા માટે કોઈ કંપની દ્વારા સંપૂર્ણ અથવા થોડો ખર્ચ આપવામાં આવ્યો હોય, જોકે એ વીડિયોના કન્ટેન્ટમાં સીધી રીતે બ્રાંડ, મેસેજ કે પ્રોડક્ટ શામેલ કરવામાં આવી ન હોય. જોકે તેના બદલે શક્ય છે કે વીડિયોની વચ્ચે નાનકડો વિરામ લઈને એ કંપનીની બ્રાંડ, તેને સંબંધિત મેસેજ કે તેણે સ્પૉન્સર કરેલી પ્રોડક્ટનું પ્રમોશન કરવામાં આવ્યું હોય. ઉદાહરણ તરીકે, કોઈ નિર્માતા એવો વીડિયો બનાવી શકે છે કે જેમાં તેઓ ચિત્ર દોરી રહ્યાં છે, પરંતુ વચ્ચે જ તેઓ વિરામ લઈને તેમના વીડિયોને સ્પૉન્સર કરનારી કંપનીની નવી પ્રોડક્ટનો પ્રચાર કરે છે.

તમારા બાળકને સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન આપવા વિશે શીખવો

નિર્માતાઓને તેમના વીડિયોમાં કોઈ પ્રોડક્ટના પ્રમોશનના બદલામાં માલસામાન કે સેવાઓ મળી શકે છે એ સમજવું બાળકો માટે મહત્ત્વપૂર્ણ છે. આ રહી પેઇડ પ્રમોશન વિશે તમારા બાળકને શીખવવા માટેની કેટલીક ટિપ અને યુક્તિઓ:
  • વીડિયોમાં કરવામાં આવતા પેઇડ પ્રમોશન વિશે તમારા બાળકો સાથે વાત કરો અને તેમને પેઇડ પ્રમોશનનું ઇન્ડિકેટર () કેવી રીતે ઓળખવું તે પણ શીખવો. આ નાનકડો વીડિયો જુઓ અને તમારા બાળકને પૂછો કે કોઈ વીડિયોમાં પેઇડ પ્રમોશન શામેલ છે કે નહીં તે તમને ઓળખી બતાવે.
  • તમારા બાળકના મનપસંદ નિર્માતા વિશે ચર્ચા કરો અને તેમને સમજાવો કે આમાંના કેટલાક નિર્માતાઓ કેવી રીતે સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ મારફતે તેમની ચૅનલને સપોર્ટ કરે છે. ઘણા નિર્માતાઓ માટે YouTube વીડિયો બનાવવા, તેમની ફુલ-ટાઇમ નોકરી છે.
  • તમારા બાળકને “આમના દ્વારા સ્પોન્સર કરેલો,” “આમની ભાગીદારીમાં” કે “#ad" જેવા શબ્દસમૂહો વિશે જણાવો.

YouTube વિશે શોધખોળ કરવામાં તમારા બાળકની સહાય કરવાની વધુ ટિપ મેળવવા માટે, કુટુંબની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો અને તેનો રિવ્યૂ કરો.

સશુલ્ક પ્રોડક્ટની પ્લેસમેન્ટ, સ્પૉન્સરશિપ અને સમર્થન આપવા સંબંધી પૉલિસીઓ

બધા પેઇડ પ્રમોશનમાં અમારી જાહેરાતની પૉલિસીઓનું પાલન થવું આવશ્યક છે, જેના મુજબ કેટલીક કૅટેગરીમાં જાહેરાતો પ્રતિબંધિત કરવામાં આવે છે. નિર્માતાઓ અને તેઓ જે બ્રાંડની સાથે કામ કરે છે, તે તેમના કન્ટેન્ટમાં પેઇડ પ્રમોશનની સ્પષ્ટતા કરવાની તેમની સ્થાનિક અને કાનૂની જવાબદારીઓ સમજવા તેમજ તેનું પાલન કરવા માટે જવાબદાર હોય છે. આમાંના કેટલાક બંધનકારક કરારોમાં ક્યારે અને કેવી રીતે સ્પષ્ટતા કરવી તથા કોને સ્પષ્ટતા કરવી તેનો સમાવેશ થાય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
482857719178643435
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false