તમારી ચૅનલ બ્રાંડિંગ મેનેજ કરો

તમારો પ્રોફાઇલ ફોટો, ચૅનલનું બૅનર અને વીડિયો વૉટરમાર્ક અપડેટ કરીને તમારી YouTube ચૅનલની ઓળખને બ્રાંડ બનાવો.

તમારો પ્રોફાઇલ ફોટો બદલો

 YouTube Studioમાં તમારો પ્રોફાઇલ ફોટો બદલો. તમારો પ્રોફાઇલ ફોટો એ તમારી ચૅનલ, વીડિયો પર અને સમગ્ર YouTube પર સાર્વજનિક રીતે દર્શાવવા યોગ્ય ક્રિયાઓ પર બતાવવામાં આવતી તમારી છબી છે.

After selecting 'Customization', The 'Branding' tab will be at the top.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશન અને પછી બ્રાંડિંગ પસંદ કરો.
  3. બદલો પર ક્લિક કરો અને તમારા કમ્પ્યૂટરમાંથી કોઈ ચિત્ર કે છબી પસંદ કરો. પ્રીસેટના રંગો અને ચિત્રનો કાપેલો ભાગ અથવા તમે અપલોડ કરેલી છબીનું રદ બદલો, પછી થઈ ગયું પર ક્લિક કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો. તમારો પ્રોફાઇલ ફોટો સમગ્ર YouTube પર અપડેટ થવામાં થોડી મિનિટ લાગી શકે છે.

સહાયક ટેક્નોલોજી અથવા કીબોર્ડ વડે તમારો ફોટો કાપો

ખૂણામાંથી તમારો ફોટો કાપો

  1. તમારા ફોટાનો ખૂણ પસંદ કરવા માટે નૅવિગેટ કરો.
  2. ફોટો કાપવા માટે ઍરો કીનો ઉપયોગ કરો.

કાપવા માટે ઉપયોગમાં લેવાતા આખા સ્ક્વેરને ખસેડો

  1. કાપવા માટે ઉપયોગમાં લેવાતા આખા સ્ક્વેરને પસંદ કરવા માટે નૅવિગેટ કરો.
  2. કાપવા માટે ઉપયોગમાં લેવાતા આખા સ્ક્વેરનું સ્થાન બદલવા માટે ઍરો કીનો ઉપયોગ કરો.

પ્રોફાઇલ ફોટા વિશે દિશાનિર્દેશો

તમારો પ્રોફાઇલ ફોટો અમારા સમુદાયના દિશાનિર્દેશો અનુસાર અને નીચે આપેલા માપદંડની પૂર્તિ કરતો હોવો જોઈએ:

  • JPG, GIF, BMP અથવા PNG ફાઇલ (કોઈ ઍનિમેટેડ GIFs નહીં)
  • છબીનું કદ 15 MBથી વધારે ન હોવું જોઈએ.
  • છબી કે જે 98 X 98 px પર રેન્ડર થતી હોય.

YouTube Creators

તમારા બૅનરની છબી તમારા YouTube પેજ પર બૅકગ્રાઉન્ડ તરીકે બતાવવામાં આવે છે.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશન અને પછી બ્રાંડિંગ પસંદ કરો.
  3. બદલો પર ક્લિક કરો અને એક છબી પસંદ કરો. ફેરફારો કરવા માટે, પ્રીવ્યૂ પસંદ કરો અને કાપો વડે ફેરફાર કરો, પછી પૂર્ણ થયું પર ક્લિક કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.
નોંધ: કમ્પ્યૂટર, મોબાઇલ અને ટીવી પર બતાવવા માટે બૅનરની એક જ છબીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તે તમારા ડિવાઇસના આધારે અલગ-અલગ રીતે દેખાય છે.

આધિકારિક કલાકાર ચૅનલ

તમારી બૅનરની છબીનો ઉપયોગ માત્ર કમ્પ્યૂટર અને મોબાઇલ ડિવાઇસ પર જ કરવામાં આવે છે. એ બૅનરને અપડેટ કરવા માટે, ઉપર આપવામાં આવેલી YouTube નિર્માતા માટેની સૂચનાઓ અનુસરો. 

ટીવી અને YouTube Music પરના બૅનરને અપડેટ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, પ્રોફાઇલ પસંદ કરો.
  3. પ્રોફાઇલ ફોટાની બાજુમાં પર ક્લિક કરો અને છબી પસંદ કરો. છબીમાં ફેરફાર કરવા માટે,
    • પ્રીવ્યૂ પસંદ કરો અને છબીમાં ફેરફાર કરો.
    • થઈ ગયું પર ક્લિક કરો.
  4. પેજની સૌથી ઉપર જમણી બાજુએ સાચવો પર ક્લિક કરો.

બૅનરની છબી વિશે દિશાનિર્દેશો

તમારા બૅનરની છબી નીચે આપેલા માપદંડની પૂર્તિ કરતી હોવી જોઈએ:

  • અપલોડ માટેનું ન્યૂનતમ પરિમાણ: 16:9ના સાપેક્ષ ગુણોત્તર સાથે 2560 x 1440 px.
  • ન્યૂનતમ પરિમાણ પર, ટેક્સ્ટ અને લોગો માટેનો સુરક્ષિત વિસ્તાર: 1235 x 338 px.
  • છબીઓ મોટી-સ્ક્રીનવાળા ડિવાઇસ પર સંપૂર્ણ રીતે દેખાવી જોઈએ, પણ તે કેટલાક વ્યૂ અને ડિવાઇસમાં કપાઈ જશે.
  • ફાઇલમાં કોઈપણ વધારાનો કલ્પિત ઉમેરો કરશો નહીં (દા.ત. શૅડો, કિનારીઓ અને ફ્રેમ).
  • ફાઇલનું કદ: 6 MB અથવા તેનાથી નાનું રાખો.

છબીઓનો આકાર કેવી રીતે બદલવો

છબીઓનું કદ બદલવા માટે તમે તમારા કમ્પ્યુટરના છબી એડિટરનો અથવા છબીનું કદ બદલવા માટેની ઑનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે Apple કમ્પ્યુટર પર પ્રીવ્યૂનો અથવા Windows પર Microsoft Photosનો ઉપયોગ કરી શકો છો.

તમારું વીડિયો વૉટરમાર્ક ઉમેરો

તમે તમારા વીડિયોમાં વીડિયો વૉટરમાર્ક ઉમેરીને દર્શકોને તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવા માટે પ્રોત્સસહિત કરી શકો છો. જ્યારે તમે વીડિયો વૉટરમાર્ક ઉમેરો, ત્યારે દર્શકો કમ્પ્યુટર પર YouTubeનો ઉપયોગ કરતી વખતે તમારી ચૅનલને સીધી જ સબ્સ્ક્રાઇબ કરી શકે છે.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશન અને પછી બ્રાંડિંગ પસંદ કરો.
  3. તમારો ડિસ્પ્લે સમય પસંદ કરો:
    • વીડિયોના અંતે: વીડિયો વૉટરમાર્ક વીડિયોની છેલ્લી 15 સેકન્ડ માટે બતાવવામાં આવશે.
    • શરૂ થવાનો કસ્ટમ સમય: વીડિયો વૉટરમાર્ક તમે પસંદ કરશો તે સમયે બતાવવાનું શરૂ કરવામાં આવશે.
    • સંપૂર્ણ વીડિયો: વીડિયો વૉટરમાર્ક સંપૂર્ણ વીડિયો દરમિયાન બતાવવામાં આવશે.
  4. બદલો પર ક્લિક કરો અને એક છબી પસંદ કરો. તમારી છબીનું કદ બદલો, પછી થઈ ગયું પર ક્લિક કરો.
  5. પબ્લિશ કરો પર ક્લિક કરો.
નોંધ: બાળકો માટે બનાવેલા તરીકે સેટ કરેલા વીડિયો પર વીડિયો વૉટરમાર્ક ઉપલબ્ધ હોતા નથી. જો તમે કોઈ વીડિયોમાં અગાઉ વીડિયો વૉટરમાર્ક ઉમેર્યો હોય, પણ તે હવે બાળકો માટે બનાવેલો તરીકે સેટ કરવામાં આવ્યો હોય, તો દર્શકોને વૉટરમાર્ક દેખાશે નહીં.

વીડિયો વૉટરમાર્ક વિશેના દિશાનિર્દેશો

તમારો વીડિયો વૉટરમાર્ક નીચે આપેલા માપદંડની પૂર્તિ કરતો હોવો જોઈએ:

  • ન્યૂનતમ 150x150 પિક્સેલ.
  • 1 MB કરતાં ઓછા કદની ચોરસ છબી.

ઉપલબ્ધતા

કમ્પ્યુટર અને મોબાઇલ ડિવાઇસ પર ચૅનલ વૉટરમાર્ક લૅન્ડસ્કેપ વ્યૂમાં ઉપપબ્ધ થાય છે (મોબાઇલ પર ક્લિક કરી શકાતા નથી). કરટમ YouTube ક્રોમલેસ પ્લેયર અથવા Adobe Flash પર ચૅનલવૉટરમાર્ક બતાવવામાં આવતા નથી.

વીડિયો વૉટરમાર્કના મેટ્રિક

તમે YouTube Analyticsમાં સબ્સ્ક્રિપ્શનના સ્રોતમાં રિપોર્ટ મેળવી શકો છો.

તમારી ચૅનલ બ્રાંડિંગને મેનેજ કરવાની રીત જાણો

તમારો પ્રોફાઇલ ફોટો, ચૅનલનું બૅનર અને વીડિયો વૉટરમાર્ક અપડેટ થવાની રીત વિશે જાણવા માટે YouTube નિર્માતાની ચૅનલનો નીચે આપેલો વીડિયો જુઓ.

Customize Your Channel Branding & Layout: Add a Profile Picture, Banner, Trailer, Sections, & more!

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3177355026630320546
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false