RTMPSનો ઉપયોગ કરીને તમારું સ્ટ્રીમ એન્ક્રિપ્ટ કરો

લોકપ્રિય RTMP સ્ટ્રીમિંગ વીડિયો પ્રોટોકૉલનાં સુરક્ષિત એક્સ્ટેન્શન, RTMPS સાથે તમે YouTube લાઇવ પર સ્ટ્રીમ કરી શકો છો. આ ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી (TLS/SSL) કનેક્શન પર RTMP છે અને એન્ક્રિપ્શન પ્રદાન કરે છે.

તમે શરૂ કરો તે પહેલાં

ખાતરી કરો કે તમારું એન્કોડર RTMPSને સપોર્ટ કરે છે અને તે કે તમે YouTube પર લાઇવ સ્ટ્રીમિંગની મૂળભૂત બાબતો જાણો છો.

1 YouTube RTMPS પ્રીસેટ ચેક કરો

તમારા એન્કોડરને એકદમ નવા વર્ઝન પર અપડેટ કરો અને YouTube RTMPS માટેનું બિલ્ટ-ઇન સેટિંગ ચેક કરો. 

જો તમને YouTube RTMPS પ્રીસેટ દેખાય, તો તેને પસંદ કરો. તમને લાઇવ નિયંત્રણ રૂમમાંથી તમારી સ્ટ્રીમ કી દાખલ કરવાની જરૂર પણ પડી શકે. તમે હવે સ્ટ્રીમ કરવા માટે તૈયાર છો.

જો તમારા એન્કોડરમાં YouTube RTMPS પ્રીસેટ ન હોય, તો “સર્વર URL સેટ કરો” પર જાઓ.

2 સર્વર URL સેટ કરો

તમે લાઇવ નિયંત્રણ રૂમમાંથી RTMPS URL મેળવી શકો છો. નોંઘ કરો કે તે હજી પણ તમને ડિફૉલ્ટ તરીકે સામાન્ય RTMP URL બતાવશે, જેથી ખાતરી કરો કે તેને બદલે તમે RTMPS URL મેળવો છો.

  1. YouTube લાઇવ નિયંત્રણ રૂમ ખોલો.
  2. સ્ટ્રીમ કરો ટૅબ પર ક્લિક કરો અથવા એક નવું સ્ટ્રીમ શેડ્યૂલ કરો.
  3. "સ્ટ્રીમ URL" ફીલ્ડમાં “સ્ટ્રીમ સેટિંગ” હેઠળ, RTMPS URL બતાવવા માટે લૉકનાં આઇકન પર ક્લિક કરો.
  4. સ્ટ્રીમ URL કૉપિ કરો.
  5. આ URLને તમારા એન્કોડરમાં પેસ્ટ કરો.
  6. લાઇવ નિયંત્રણ રૂમમાંથી તમારી YouTube સ્ટ્રીમ કી કૉપિ કરો અને તેને તમારા એન્કોડરમાં પેસ્ટ કરો.

સમસ્યા નિવારણ

SSLમાં ભૂલો

જો તમને કોઈ ભૂલ મળે જેમ કે "RTMP સર્વરે અમાન્ય SSL સર્ટિફિકેટ મોકલ્યું છે," તો નીચે આપેલા પગલાં અનુસરો:

 

1 ખાતરી કરો કે સર્વર URL સાચું છે

સર્વર URL સાચું છે તેની ખાતરી કરવા માટે “સર્વર URL સેટ કરો”માં આપેલા પગલાં અનુસરો. પ્રોટોકૉલ અને સર્વર બન્ને rtmps હોવા જોઈએ, ન કે માત્ર rtmp.

 

2 પોર્ટ નંબરનો ઉલ્લેખ કરો

જો URL સાચું હોય એવું લાગે, તો પણ SSL ભૂલ આવતી હોય, તો URLમાં પોર્ટ 443નો ઉલ્લેખ કરો. અહીં એક ઉદાહરણ આપ્યું છે, પણ લાઇવ નિયંત્રણ રૂમમાંથી તમને મળેલા સ્ટ્રીમ URL સાથે મેળ કરવા માટે તમારે અપડેટ કરવું જરૂરી રહેશે:

rtmps://exampleYouTubeServer.com:443/stream

 

અથવા જો તમારું એન્કોડર તમને કન્ફિગ્યુરેશનના વિકલ્પોમાં પોર્ટ નંબરનો ઉલ્લેખ કરવાની અનુમતિ આપે, તો ત્યાં 443 વાપરો.

કનેક્શનનો સમય સમાપ્ત થયો

જો તમને કોઈ ભૂલ મળે જેમ કે "સર્વરથી કનેક્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં — કનેક્શનનો સમય સમાપ્ત થયો," તો પછી નીચે આપેલા પગલાં અજમાવી જુઓ:

 

1 ખાતરી કરો કે સર્વર URL સાચું છે

સર્વર URL સાચું છે તેની ખાતરી કરવા માટે “સર્વર URL સેટ કરો”માં આપેલા પગલાં અનુસરો.

 

પ્રોટોકૉલ અને સર્વર બન્ને rtmps હોવા જોઈએ, ન કે માત્ર rtmp.

 

2 તમારું એન્કોડર RTMPSને સપોર્ટ કરે છે કે કેમ તે જુઓ

જો તમને હજી પણ મુશ્કેલી આવતી હોય, તો પછી તમારું એન્કોડર કદાચ RTMPSને સપોર્ટ કરતું હોઈ શકે નહીં. તમારા એન્કોડર માટેના દસ્તાવેજને ફરી એકવાર ચેક કરો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13178447612340384488
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false