YouTube ઍપ પર પ્રાઇવસીની મૂળભૂત બાબતોને સમજવી.

તમને ઑનલાઇન સુરક્ષિત રાખવા એ અમે જે કંઈ કરીએ છીએ તેનું હાર્દ છે - તમને પસંદગી અને તેના પર નિયંત્રણ આપતી વખતે અમે જે ડેટાનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે પારદર્શિતા રાખવાની અમારી પ્રતિબદ્ધતા છે.

તમે Google અને YouTube ને જે ડેટા પ્રદાન કરો છો તે અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમારા અનુભવને બહેતર બનાવવામાં મદદ કરે છે. તમે તમારો YouTubeનો ડેટા અથવા તમારા Google એકાઉન્ટમાં જઈને તમારા YouTube પ્રાઇવસી સેટિંગને નિયંત્રિત કરી શકો છો.

YouTube તમારા એકાઉન્ટ સાથે લિંક ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે

YouTube તમારા અનુભવને બહેતર બનાવવા માટે તમારા ડેટાનો ઉપયોગ કરે છે, જેમ કે તમે શું જોયું તે તમને યાદ અપાવવા અને તમને વધુ સંબંધિત સુઝાવો અને શોધ પરિણામો આપવા. YouTube અને અન્ય Googleની સેવાઓમાં તમારી પ્રવૃત્તિ અને માહિતીનો ઉપયોગ જાહેરાતોને મનગમતી બનાવવા માટે પણ થઈ શકે છે. તમે તમારો YouTubeનો ડેટામાં પ્રવૃત્તિ ડેટાને મેનેજ અથવા બંધ કરી શકો છો.

YouTube કુલ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે

અમારી સેવાઓને સતત બહેતર બનાવવા માટે, અમે બધા વપરાશકર્તાઓ માટે અનુભવને વધુ સારો બનાવવા માટે અનામી, કુલ YouTube ડેટાનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે YouTube ઍપના સ્વાસ્થ્યને સમજવા, બગને ઠીક કરવા તેમજ ઝડપ અને કાર્યપ્રદર્શન સુધારવા માટે ડાયગ્નોસ્ટિક્સનો ઉપયોગ કરીએ છીએ.

YouTube તમને તમારી પ્રાઇવસી અને સિક્યુરિટીને નિયંત્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે

અમે YouTube પર તમને તમારી પ્રાઇવસી અને સિક્યુરિટીનું નિયંત્રણ કરતાં રાખવા માટે સતત કામ કરી રહ્યા છીએ — પછી ભલે તે તમને સક્રિય ટૂલ વડે તમારા સેટિંગને મેનેજ કરવામાં મદદ કરવાનું હોય, અથવા તે સેટિંગને અમારા પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાનું સરળ બનાવવાનું હોય. ઉદાહરણ તરીકે, અમે ઑટો-ડિલીટ જેવા ડેટા ઘટાડનાર ટૂલ ઑફર કરીએ છીએ, જે તમને ચોક્કસ સમય પછી YouTube તમારા ડેટાને ઑટોમૅટિક રીતે ડિલીટ કરી નાખવાની પસંદગી આપે છે. તમે તમારો YouTubeનો ડેટામાં તમારો પ્રવૃત્તિ ડેટા મેનેજ કરી શકો છો.

YouTube તમારા શોધ અને જોવાયાના ઇતિહાસનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે અને તમે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો

YouTube તમારા અનુભવને વધુ સારો બનાવવા માટે શોધ અને જોવાયાના ઇતિહાસનો ઉપયોગ કરે છે, ઉદાહરણ તરીકે તમે તાજેતરમાં જોયેલા વીડિયોને શોધવાનું સરળ બનાવવા અથવા તમારા માટેના સુઝાવને બહેતર બનાવવા માટે. શોધ અને જોવાયાના ઇતિહાસનો ઉપયોગ તમને સંબંધિત અને ઉપયોગી જાહેરાતો બતાવવા માટે પણ થઈ શકે છે. સુઝાવો અને જાહેરાતોને તમારા માટે વધુ સંબંધિત બનાવવા માટે, તમે તમારો YouTubeનો ડેટામાં તમારા શોધ અને જોવાયાના ઇતિહાસમાંથી ડેટા જોઈ અથવા ડિલીટ કરી શકો છો. જો તમારો અગાઉનો જોવાયાનો ઇતિહાસ નોંધપાત્ર ન હોય, તો YouTube હોમપેજ પરના સુઝાવો જેવા વીડિયો માટેના સુઝાવો આપવા માટે તમારા જોવાયાના ઇતિહાસ પર આધાર રાખતી YouTubeની સુવિધાઓ કાઢી નાખવામાં આવે છે.
તમારા Google એકાઉન્ટમાં કઈ પ્રવૃત્તિનો ડેટા સાચવવામાં આવે છે, તે મેનેજ કરવા માટે તમારો YouTubeનો ડેટાની મુલાકાત લો. તમે તમારી YouTube પ્રવૃત્તિ બ્રાઉઝ અથવા ડિલીટ પણ કરી શકો છો.

YouTube તમારા લોકેશન ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે

YouTube તમને સ્થાનિક રીતે સંબંધિત કન્ટેન્ટ સુઝાવ અને શોધ પરિણામો બતાવવા માટે તમારા વર્તમાન સામાન્ય વિસ્તાર, તમારા IP ઍડ્રેસ પરથી અંદાજ જેવી લોકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે YouTube પર ન્યૂઝ અથવા હવામાન શોધી રહ્યાં હો, તો તમારા શોધ પરિણામોમાં તમારા સામાન્ય વિસ્તાર માટે મુખ્ય ન્યૂઝ અને સ્થાનિક હવામાન શામેલ હોઈ શકે છે. ઉપરાંત, જો તમે વીડિયો અપલોડ કરવાનું પસંદ કરો, તો તમારા લોકેશનની માહિતી, જેમ કે તમે વીડિયો અપલોડ કરો ત્યારે તમારો સામાન્ય વિસ્તાર અથવા તમે જે લોકેશન સાથે વીડિયોને ટૅગ કર્યો છે, તેનો ઉપયોગ સ્થાનિક રીતે સંબંધિત ઑડિયન્સને તમારા કન્ટેન્ટનો સુઝાવ આપવા માટે પણ થઈ શકે છે.

સામાન્ય વિસ્તાર 1 ચોરસ માઇલ કરતાં વધુ મોટો હોય છે અને તેમાં ઓછામાં ઓછા 1,000 વપરાશકર્તા હોય છે. તામરી શોધના સામાન્ય વિસ્તાર પરથી તમને ઓળખી શકાતા નથી. તેના બદલે, સામાન્ય વિસ્તાર તમારી પ્રાઇવસીને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને તે સામાન્ય રીતે શહેરોની બહાર 1 ચોરસ માઇલ કરતા વધુ મોટો હોય છે.

તમે તમારો YouTubeનો ડેટામાંથી તમારો લોકેશન ઇતિહાસ જોઈ, સાફ, બંધ કરી શકો છો અથવા ઑટોમૅટિક રીતે ડિલીટ કરી નાખવાનું પસંદ કરી શકો છો.

તમને YouTube પર વધુ ઉપયોગી જાહેરાતો બતાવવા સહિત સમગ્ર Google પર લોકેશનનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે તમે વધુ જાણી શકો છો.

તમારી શોધમાં લોકેશન ઉમેરીને સ્થાનિક કન્ટેન્ટ શોધો

જો તમે કંઈક ચોક્કસ શોધી રહ્યાં છો અને સંબંધિત શોધ પરિણામો મેળવી રહ્યાં નથી, તો તમારી શોધમાં લોકેશન ઉમેરવાનો પ્રયાસ કરો, જેમ કે ચેલ્સીમાં હવામાન.

જાહેરાતોને મનગમતી બનાવવા માટે કયા ડેટા અને પ્રવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે તે નિયંત્રિત કરો

જ્યારે તમે Google ઍપનો ઉપયોગ કરો છો, ત્યારે તમે જાહેરાતોને મનગમતી બનાવવા માટે કયા ડેટા અને પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકાય તે નિયંત્રિત કરી શકો છો અથવા તમે રુચિ મુજબ જાહેરાતોને સંપૂર્ણપણે બંધ કરી શકો છો. અમે જાહેરાત સેટિંગમાં તમારા માટે જાહેરાતોને મનગમતી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાને નિયંત્રિત કરવાનું સરળ બનાવીએ છીએ. આ ડેટામાં જાહેરાતો બતાવવા માટે અમારી સાથે ભાગીદારી કરતા અન્ય જાહેરાતકર્તાઓ સાથે તમારી પ્રવૃત્તિ અને ક્રિયાપ્રતિક્રિયાઓ, અને જે માહિતી તમે તમારા Google એકાઉન્ટમાં ઉમેરો છો તેના આધારે તમારી રુચિઓ વિશે શું અંદાજ કાઢીએ છીએ તેનો સમાવેશ થાય છે.

જ્યારે તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમારા જાહેરાત સેટિંગમાં તમારી જાહેરાતોને મનગમતી કેવી રીતે બનાવવામાં આવે છે તે મેનેજ કરો અથવા મનગમતી બનાવેલી જાહેરાતોને સંપૂર્ણપણે બંધ કરો.

Google જાહેરાતો અને ડેટા વિશે વધુ જાણવા માટે, અમારા સુરક્ષા કેન્દ્ર પર જાઓ.

YouTube તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે

તમારી વ્યક્તિગત માહિતીમાં તમારું નામ અને ફોટો જેવી માહિતીનો સમાવેશ થાય છે. તમે તમારા Google એકાઉન્ટમાં વ્યક્તિગત માહિતીને મેનેજ કરીને સમગ્ર Googleની સેવાઓ પર અન્ય લોકોને કઈ વ્યક્તિગત માહિતી દૃશ્યમાન કરવી છે તે નક્કી કરી શકો છો. કેટલીક જાહેરાતોમાં તમારા માટે ઇમેઇલ ઍડ્રેસ અને ફોન નંબર જેવી વધારાની માહિતી પ્રદાન કરવા માટેના ફોર્મ હોઈ શકે છે, પરંતુ આ વૈકલ્પિક છે અને તમારો YouTube નો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે તે જરૂરી નથી.

YouTube તમારી વ્યક્તિગત માહિતી વેચતું નથી

અમે તમારી વ્યક્તિગત માહિતી કોઈને પણ વેચતા નથી. અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેનો ઉપયોગ સુઝાવ પ્રદાન કરવા, શોધ પરિણામોને મનગમતા બનાવવા અને સંબંધિત જાહેરાતો આપવા સહિત તમારા માટે અમારી સેવાઓને કસ્ટમાઇઝ કરવા માટે કરીએ છીએ. જોકે આ જાહેરાતો અમારી સેવાઓને ભંડોળ પૂરું પાડવામાં અને તેને કોઈપણ નાણાકીય ખર્ચ વિના દરેકને ઉપલબ્ધ કરાવવામાં સહાય પ્રદાન કરે છે, તમારી વ્યક્તિગત માહિતી વેચાણ માટે નથી.

YouTube તમે અપલોડ કરવાનું પસંદ કરો છો તે વીડિયો અને ફોટો જેવા કન્ટેન્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે

તમે અપલોડ કરવાનું નક્કી કરો છો તે કન્ટેન્ટ જ YouTube દ્વારા સ્ટોર કરવામાં આવે છે અને તમારી YouTube ચૅનલ સાથે લિંક કરવામાં આવે છે. આ કન્ટેન્ટ કોણ જોઈ શકે છે તે તમે પસંદ કરેલા વીડિયો પ્રાઇવસી સેટિંગ પર આધારિત છે. તમારી વીડિયો પ્રાઇવસી સેટિંગના આધારે, તમે અપલોડ કરેલું કન્ટેન્ટ અન્ય દર્શકોને દૃશ્યમાન કરી અથવા સુઝાવ આપી શકાય છે. તમારા વીડિયો પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવા તે વિશે અહીં વધુ જાણો. કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસ પર YouTube Studioનો ઉપયોગ કરીને કન્ટેન્ટને કેવી રીતે મેનેજ કરવું અને તેમાં ફેરફાર કરવો તે વિશે અહીં વધુ જાણો.

તમારા વીડિયો ડિલીટ કરી દીધા પછી તમારા કન્ટેન્ટ અને સંબંધિત ડેટાનું શું થાય છે

જો તમે YouTube માંથી વીડિયો ડિલીટ કરવાનું પસંદ કરો છો, તો તે વીડિયો કાયમ માટે ડિલીટ કરવામાં આવશે. તે પછી રિકવર કરી શકાતો નથી અને તે વીડિયો હવે YouTube માં શોધમાં આવશે નહીં. જોવાયાના સમય જેવો વીડિયો સાથે સંકળાયેલો ડેટા હજુ પણ ઍગ્રિગેટ રિપોર્ટનો હિસ્સો રહેશે. કમ્પ્યૂટર પર અથવા મોબાઇલ ડિવાઇસ પર YouTube Studioનો ઉપયોગ કરીને કન્ટેન્ટને કેવી રીતે મેનેજ કરવું અને તેમાં ફેરફાર કરવો તે વિશે અહીં વધુ જાણો. વીડિયો કેવી રીતે ડિલીટ કરવા અને બદલવા તેના વિશે અહીં વધુ જાણો.

જ્યારે તમે તમારી YouTube ચૅનલ ડિલીટ કરી નાખો છો ત્યારે શું થાય છે

કોઈપણ સમયે, તમે તમારી YouTube ચૅનલને બંધ અથવા ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. તમારી ચૅનલને બંધ અથવા ડિલીટ કરવાથી તમારા બધા વીડિયો, કૉમેન્ટ, મેસેજ અને પ્લેલિસ્ટ સહિતનું કન્ટેન્ટ કાયમી ધોરણે ડિલીટ કરી નાખવામાં આવશે. તે પછી તમે કૉમેન્ટ અથવા કન્ટેન્ટ  પબ્લિશ કરી શકતા નથી.

અમે YouTube અને સમગ્ર Google પર ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેની વધુ વિગતો માટે અમારી પ્રાઇવસી પૉલિસી તપાસો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
982610127456080736
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false