YouTube પર લાઇવ રીડાયરેક્ટની સુવિધા વાપરવાની રીત

તમારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન દર્શકોની ઉત્સુકતા વધારવા માટે, તમે તેમને પ્રિમિયર પર મોકલી શકો છો અથવા અન્ય નિર્માતાઓને આગળ વધવામાં સહાય કરવા માટે, તેમની ચૅનલના લાઇવ સ્ટ્રીમ પર મોકલી શકો છો.

એકવાર તમારું લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય, ત્યારબાદ ઑટોપ્લેની સુવિધા તમારા દર્શકોને પ્રિમિયર પર કે પછી તમારી પસંદગીના લાઇવ સ્ટ્રીમ પર મોકલી શકે છે.

નોંધ: તમારા દર્શકોને અન્ય ચૅનલની લાઇવ સ્ટ્રીમ પર રીડાયરેક્ટ કરવા માટે, એ ચૅનલ દ્વારા YouTube Studio પર જઈને તમને તેની પરવાનગી આપવી જરૂરી છે. વધુ જાણો.

લાઇવ રીડાયરેક્ટ

તમારા લાઇવ સ્ટ્રીમના દર્શકોને રીડાયરેક્ટ કરવા

  1. લાઇવ સ્ટ્રીમ બનાવો.
  2. ફેરફાર કરો પર ક્લિક કરો.
  3. કસ્ટમાઇઝેશન પર ક્લિક કરો.
  4. “રીડાયરેક્ટ કરો” હેઠળ, ઉમેરો પર ક્લિક કરો.
  5. પ્રિમિયર પસંદ કરો અથવા અન્ય ચૅનલનું લાઇવ સ્ટ્રીમ શોધો.
  6. જ્યારે તમારું લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય, ત્યારબાદ તમને એવું જણાવતો કન્ફર્મેશનનો મેસેજ દેખાશે કે તમારા દર્શકોને રીડાયરેક્ટ કરવામાં આવશે.

પ્રિમિયર જોનારા તમારા દર્શકોને રીડાયરેક્ટ કરવા

  1. YouTube Studio પર જાઓ.
  2. ડાબી બાજુએ, વીડિયો પર ક્લિક કરો.
  3. “દર્શકોને ક્યાં રીડાયરેક્ટ કરવા” હેઠળ, પસંદ કરો પર ક્લિક કરો.
  4. અન્ય પ્રિમિયર પસંદ કરો અથવા અન્ય ચૅનલનું લાઇવ સ્ટ્રીમ શોધો.
  5. જ્યારે તમારું પ્રિમિયર સમાપ્ત થઈ જાય, ત્યારબાદ તમારા દર્શકોને રીડાયરેક્ટ કરવામાં આવશે.

તમને કોણ રીડાયરેક્ટ કરી શકે તે બદલવું

  1. YouTube Studio પર જાઓ.
  2. ડાબી બાજુએ, સેટિંગ અને પછી સમુદાય પર ક્લિક કરો.
  3. ચૅનલના સેટિંગમાં જઈને પરવાનગીઓ સંબંધિત સેટિંગમાંથી એવો વિકલ્પ પસંદ કરો, જેનો ઉપયોગ દર્શકોને કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરવા માટે કરી શકાય. 

    • ‘મેં સબ્સ્ક્રાઇબ કરી હોય તે ચૅનલ, દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે’ - ડિફૉલ્ટ તરીકે, તમે સબ્સ્ક્રાઇબ કરી હોય તેવી કોઈપણ ચૅનલ, દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે, સિવાય કે તમારી ચૅનલના સબ્સ્ક્રિપ્શનને ખાનગી તરીકે સેટ કરવામાં આવ્યા હોય. તમારા સબ્સ્ક્રિપ્શનનું સેટિંગ બદલીને સાર્વજનિક કરવાની રીત જાણો

    • ‘કોઈપણ નિર્માતાને મંજૂરી આપો કે જેથી તેઓ દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે - આ સેટિંગ પસંદ કરવાથી કોઈપણ નિર્માતા, દર્શકોને તમારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે. આ સેટિંગનો ઉપયોગ ‘મેં સબ્સ્ક્રાઇબ કરી હોય તે ચૅનલ, દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે’ વિકલ્પ સાથે કે પછી રીડાયરેક્ટ કરવા માટેની મેન્યુઅલ સૂચિ સાથે કરી શકાતો નથી.

    • 'અમુક ચોક્કસ ચૅનલ દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે’-  દર્શકોને તમારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે એવા ટેક્સ્ટ બૉક્સમાં મંજૂર કરવામાં આવેલી બધી ચૅનલ મેન્યુઅલી ઉમેરો. આ સૂચિમાં વધુમાં વધુ 100 ચૅનલ ઉમેરી શકાય છે અને તેનો ઉપયોગ ‘મેં સબ્સ્ક્રાઇબ કરી હોય તે ચૅનલ, દર્શકોને મારા કન્ટેન્ટ પર રીડાયરેક્ટ કરી શકે છે’ વિકલ્પ ધરાવતા પરવાનગીઓના સેટિંગ સાથે કરી શકાય છે.

  4. સાચવો પર ક્લિક કરો.

યોગ્યતા

આ સુવિધા દર્શકોને રીડાયરેક્ટ કરતા એવા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે કે જેઓ 1,000 કરતાં વધારે સબ્સ્ક્રાઇબર ધરાવતા હોય અને જેમની પાસે કોઈ સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક ન હોય.

ટિપ

  • તમારા લાઇવ સ્ટ્રીમનું સેટઅપ કરવામાં આવે તે પહેલાં તમારા પ્રિમિયરનું સેટઅપ કરો.
  • તમારા ઑડિયન્સને એ કહેવાનું યાદ રાખો કે લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થાય, ત્યારબાદ તેમની સ્ક્રીન પ્રિમિયર પર ફરીથી લોડ થવામાં થોડી સેકન્ડ લાગશે, તેથી તેઓ તેની રાહ જુએ.
  • પ્રિમિયરના તમારા જોવાના પેજ પર એવો કોઈ લાઇવ ચૅટ મેસેજ પિન કરો, જે દર્શકોને તમારા લાઇવ સ્ટ્રીમ પર દોરી જાય.
  • અન્ય સ્ટ્રીમર, દર્શકોને તમારા લાઇવ સ્ટ્રીમ પર રીડાયરેક્ટ કરી શકે એ માટે તેમને મંજૂરી આપો. વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6303344876215118265
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false