ક્લિપ બનાવો અને તેને મેનેજ કરો

તમે વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમના નાના ભાગને ક્લિપ કરી શકો છો અને તેને અન્ય લોકો સાથે સોશિયલ ચૅનલ પર અથવા ઇમેઇલ અથવા ટેક્સ્ટ જેવા સીધા કમ્યુનિકેશન દ્વારા શેર કરી શકો છો. ક્લિપ સાર્વજનિક હોય છે અને ક્લિપને એવા બધા લોકો જોઈ અને શેર કરી શકે છે જેમની પાસે તેનો ઍક્સેસ હોય છે, આ લોકો ઑરિજિનલ વીડિયો પણ જોઈ શકે છે. તમારી ક્લિપના લાઇબ્રેરી પેજમાં, તમે બનાવેલી ક્લિપ અને તમારા વીડિયો પરથી બનાવવામાં આવેલી ક્લિપ તમે શોધી શકો છો. વીડિયોના નિર્માતાઓ તેમના વીડિયો પરથી બનાવેલી ક્લિપને YouTube Studioમાં મેનેજ કરી શકે છે.

નોંધ: વીડિયોમાંથી ક્લિપ બનાવવાની સુવિધા ડિફૉલ્ટ તરીકે ચાલુ રહે છે. તેને ચાલુ કરવાની રીત જાણો.

YouTube ક્લિપ

ક્લિપ બનાવો અને તેને શેર કરો

ક્લિપ 5-60 સેકન્ડ જેટલી લાંબી હોઈ શકે છે અને તેને ઑરિજિનલ વીડિયોના જોવાના પેજ પરથી લૂપમાં ચલાવી શકાય છે.

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમે જે વીડિયોને ક્લિપ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. મેનૂ ''અને પછી  ક્લિપ કરો પસંદ કરો. 
  4. તમારી ક્લિપનું શીર્ષક ઉમેરો (મહત્તમ 140 અક્ષર).
  5. તમે વીડિયોના જે ભાગની ક્લિપ બનાવવા માગતા હો, તે ભાગ પસંદ કરો. તમે સ્લાઇડરને ખેંચીને તમારા પસંદ કરેલા ભાગની લંબાઈ વધારી (વધારેમાં વધારે 60 સેકન્ડ) કે ઘટાડી (ઓછામાં ઓછી 5 સેકન્ડ) શકો છો.
  6. ક્લિપ શેર કરો પર ક્લિક કરો.
  7. ક્લિપ શેર કરવા માટે, આમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો:
    • શામેલ કરો: તમે વેબસાઇટમાં વીડિયો શામેલ કરી શકો છો.
    • સોશિયલ નેટવર્ક: તમે Facebook અથવા Twitter જેવા સોશિયલ નેટવર્ક પર તમારી ક્લિપ શેર કરી શકો છો.
    • લિંક કૉપિ કરો: તમે તમારી ક્લિપની લિંકને બીજે ક્યાંક પેસ્ટ કરવા માટે કૉપિ કરી શકો છો.
    • ઇમેઇલ: તમે તમારા કમ્પ્યૂટર પર ડિફૉલ્ટ ઇમેઇલ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને તમારી ક્લિપ શેર કરી શકો છો.

નોંધ: તમે ક્લિપની લાઇબ્રેરીમાં તમે બનાવેલી ક્લિપ શોધી શકો છો.

તમે બનાવેલી ક્લિપ ડિલીટ કરો

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. લાઇબ્રેરી વિભાગમાં જાઓ.
  3. તમારી ક્લિપ પર ટૅપ કરો.
  4. તમે જે ક્લિપ ડિલીટ કરવા માગતા હો, તેને શોધો અને મેનૂ '' પસંદ કરો.
  5. “ક્લિપ ડિલીટ કરો” વિકલ્પ પર ટૅપ કરો.

નોંધ: ક્લિપ ડિલીટ કરવાથી તેને YouTube પર કાઢી નાખવામાં આવે છે. ક્લિપના URLનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓ પાસે અને જે ઑરિજિનલ વીડિયો પરથી ક્લિપ બનાવવામાં આવી હતી, તેની માલિકી ધરાવતા નિર્માતાઓ પાસે હવે ક્લિપનો ઍક્સેસ રહેશે નહીં.

દર્શકોને તમારું કન્ટેન્ટમાંથી ક્લિપ કરવાની મંજૂરી આપશો નહીં

તમે તમારા ઑડિયન્સને તમારી વીડિયોની ક્લિપ બનાવવા અને શેર કરવાથી રોકી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પર ક્લિક કરો.
  3. ચૅનલ અને પછી વિગતવાર સેટિંગ પસંદ કરો.
  4. ક્લિપ હેઠળ, દર્શકોને મારું કન્ટેન્ટ ક્લિપ કરવાની મંજૂરી આપો બૉક્સને અનચેક કરો.

નોંધ: તમારા વીડિયો કે લાઇવ સ્ટ્રીમમાંથી વપરાશકર્તાઓને ક્લિપ કરતા રોકવા માટે, તમે વપરાશકર્તાઓને તમારી ચૅનલના “છુપાયેલા વપરાશકર્તાઓ”ની સૂચિમાં ઉમેરી પણ શકો છો. તમારા વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાંથી બનાવવામાં આવેલી ક્લિપના શીર્ષકોમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવાનું રોકવા માટે, તમે એ શબ્દોને બ્લૉક કરેલા શબ્દોની તમારી સૂચિમાં ઉમેરી પણ શકો છો.

તમારા વીડિયોની ક્લિપને મેનેજ કરો

તમે YouTube Studioમાં તમારા વીડિયો પરથી બનાવેલી ક્લિપને મેનેજ કરી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ક્લિક કરો.
  3. વીડિયોનું શીર્ષક અથવા થંબનેલ પસંદ કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, ક્લિપ પર ક્લિક કરો.
  5. તમે તમારી ક્લિપ જોઈ, ચલાવી, શેર કરી, છુપાવી અને તેની જાણ કરી શકો છો.

"સમુદાયની લોકપ્રિય ક્લિપ" વિભાગને મેનેજ કરો

તમે તમારા વીડિયોની લોકપ્રિય ક્લિપ તમારી ચૅનલના હોમ ટૅબ પર બતાવી શકો છો. આ ક્લિપ તમારા અથવા તમારા દર્શકો દ્વારા બનાવવામાં આવી હોઈ શકે છે. એકવાર તમારા હોમ ટૅબમાં ઉમેરવામાં આવે, પછી ક્લિપને સાર્વજનિક રીતે જોઈ શકાય છે અને લોકપ્રિયતા તથા તેને તાજેતરમાં ક્યારે બનાવવામાં આવી હતી એ સમય મુજબ ગોઠવવામાં આવે છે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન પર ક્લિક કરો.
  3. “વૈશિષ્ટિકૃત વિભાગો” હેઠળ, વિભાગ ઉમેરો પર ક્લિક કરો.
  4. “સમુદાયની લોકપ્રિય ક્લિપ”  ચાલુ કે બંધ કરો. 
  • ટિપ: તમે શેલ્ફને ઉપર અને નીચે ખેંચીને યોગ્ય સ્થિતિમાં મૂકી શકો છો.

સામાન્ય પ્રશ્નો (FAQs)

મને YouTube પર ક્લિપ બનાવવાની રીત દેખાતી નથી.

YouTube પર કોઈ વીડિયો કે લાઇવ સ્ટ્રીમમાંથી ક્લિપ બનાવવા માટે, તમારે:

  • સાઇન ઇન કરેલું હોવું આવશ્યક છે.
  • વીડિયો બનાવવાની યોગ્યતા ધરાવતા વીડિયોમાંથી અને જે ચૅનલે આ વિકલ્પ પસંદ કર્યો હોય, તેમના જ વીડિયોમાંથી ક્લિપ બનાવવી આવશ્યક છે. કોઈ ચૅનલ તેના કન્ટેન્ટમાંથી ક્લિપ બનાવવાની સુવિધા બંધ પણ કરી શકે છે.

આવી સ્થિતિમાં ક્લિપ બનાવી શકાતી નથી:

  • જો વીડિયો 2 મિનિટ કરતાં નાનો હોય
  • વીડિયો 'બાળકો માટે યોગ્ય'ની કૅટેગરીમાં હોય
  • DVR વિનાના લાઇવ સ્ટ્રીમ હોય
  • લાઇવ સ્ટ્રીમ 8 કલાકથી વધારે લાંબી અવધિના હોય
  • લાઇવ હોવા દરમિયાન પણ તેનું પ્રિમિયર કરવામાં આવતું હોય
  • ન્યૂઝ ચૅનલ પરથી વીડિયો બનાવવામાં આવ્યા હોય

હું બનાવું તે ક્લિપ કોણ જોઈ શકે છે?

ક્લિપ સાર્વજનિક હોય છે અને ક્લિપને એવા બધા લોકો જોઈ શકે છે જેમની પાસે તેનો ઍક્સેસ હોય છે, આ લોકો ઑરિજિનલ વીડિયો પણ જોઈ શકે છે. ઑરિજિનલ વીડિયોની માલિકી ધરાવતા નિર્માતાઓ પાસે તેમના લાઇબ્રેરી પેજમાં અને YouTube Studioમાં, તે વીડિયો પર બનાવેલી તમામ ક્લિપનો ઍક્સેસ હોય છે તથા તેઓ તે વીડિયોની ક્લિપ જોઈ અને શેર કરી શકે છે. YouTube પર દર્શકો અને નિર્માતાઓ માટે ઉપલબ્ધ પસંદગીની શોધ, વિસ્તૃત શોધ અને વિશ્લેષણો પર પણ ક્લિપ દેખાઈ શકે છે.

મેં જે ક્લિપ બનાવી હતી, તે હવે કેમ ઉપલબ્ધ નથી?

જો ઑરિજિનલ વીડિયો ડિલીટ કરી નાખવામાં આવ્યો હોય કે પછી તેને ખાનગી તરીકે સેટ કરવામાં આવ્યો હોય, તો પછી તે વીડિયોમાંથી બનાવવામાં આવેલી ક્લિપ ઉપલબ્ધ થશે નહીં. જો વીડિયોને ફક્ત લિંક સાથે દેખાવવા તરીકે સેટ કરવામાં આવે, તો પણ તે વીડિયોમાંથી બનાવવામાં આવેલી ક્લિપ ઉપલબ્ધ થશે નહીં.

જો ઑરિજિનલ વીડિયોમાં અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થયું હોય, તો પછી તે વીડિયોમાંથી બનાવવામાં આવેલી ક્લિપ કાઢી નાખવામાં આવશે.

મેં લાઇવ સ્ટ્રીમમાંથી ક્લિપ બનાવી હતી, તે હવે કામ કરી રહી નથી.

લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય અને તે વીડિયો તરીકે અપલોડ કરવામાં આવે, ત્યારબાદ ક્લિપ દેખાશે. તમે DVR વિનાના લાઇવ સ્ટ્રીમ કે DVRની ટાઇમફ્રેમ કરતાં લાંબી અવધિના લાઇવ સ્ટ્રીમમાંથી ક્લિપ બનાવી શકતા નથી. લાઇવ સ્ટ્રીમ પર DVR ચાલુ કરવાની રીત જાણો.

જો લાઇવ સ્ટ્રીમની અવધિ DVRની ટાઇમફ્રેમ કરતાં વધારે હોય તો DVRની ટાઇમફ્રેમની બહાર હોય એવી કોઈપણ ક્લિપ ત્યાં સુધી ચલાવી શકાશે નહીં, જ્યાં સુધી લાઇવ સ્ટ્રીમ સમાપ્ત ન થાય અને ઑરિજિનલ વીડિયો પોસ્ટ કરવામાં ન આવે.

શું હું ક્લિપમાંથી Shorts બનાવી શકું કે?

હા, ક્લિપનો સૉર્સ વીડિયો પણ રિમિક્સ માટે યોગ્ય ઠરતો હોય, તો તમે ક્લિપને રિમિક્સ કરી શકો. કોઈ વીડિયો પર તમારા માટે ઉપલબ્ધ હોય તેવા બધા જ રિમિક્સ ટૂલ, તે વીડિયોની ક્લિપ પર પણ તમારા માટે ઉપલબ્ધ હોય છે, આ અંગે અહીં વધુ જાણો.

ક્લિપના સૉર્સ વીડિયોની માલિકી ધરાવતા નિર્માતાઓ આખેઆખી ક્લિપનું રૂપાંતરણ Shortમાં કરી શકે છે, આ અંગે અહીં વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6354699762496432118
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false