YouTube પર નિરીક્ષિત અનુભવ વિશેની નિર્માતાઓ માટે જરૂરી માહિતી

YouTube પર નિરીક્ષિત અનુભવ એ નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ મારફતે તેમના (13 વર્ષ અથવા તેમના દેશ/પ્રદેશમાં સંબંધિત ઉંમરથી ઓછી ઉંમરના) બાળકોને YouTubeને ઍક્સેસ કરવાની મંજૂરી આપવાની માતાપિતાને મળતી એક નવી પસંદગી છે. નિર્માતા તરીકે, આનો અર્થ એ છે કે તમારા વીડિયો કદાચ આ અનુભવમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે.

YouTube પર નિરીક્ષિત અનુભવ શું છે?

માતાપિતા YouTube પર 3 અલગ-અલગ કન્ટેન્ટ સેટિંગ (શોખખોળ કરો, વધુ શોધખોળ કરો અને YouTube પર સૌથી વધુ વીડિયો)માંથી પસંદ કરી શકે છે. દરેક કન્ટેન્ટ સેટિંગમાં કયા વીડિયો શામેલ કરવામાં આવે તે નક્કી કરવા માટે અમે વપરાશકર્તાના ઇનપુટ, મશીન લર્નિંગ અને માનવ રિવ્યૂ આ તમામનો એકસાથે ઉપયોગ કરીશું. આ કન્ટેન્ટ સેટિંગ વિશે વધુ માહિતી અહીં આપી છે.

જ્યારે માતાપિતા YouTubeનો ઍક્સેસ આપે, ત્યારે તેમના બાળકનો અનુભવ સામાન્ય YouTube જેવો વધુ લાગશે, પણ આ સુવિધા તેઓ જોઈ અને શોધી શકે તેવા વીડિયો, તેઓ ઉપયોગ કરી શકે તેવી સુવિધાઓ, ડિફૉલ્ટ એકાઉન્ટ સેટિંગ અને જાહેરાતોના સંરક્ષણોની ગોઠવણો સાથે હશે.

YouTube પર નિરીક્ષિત અનુભવો વિશે પ્રતિસાદ આપવો

જો હાલમાં તમારો વીડિયો કોઈ કન્ટેન્ટ સેટિંગમાં ઉપલબ્ધ ન હોય અને તમને લાગે કે તેમાં તે હોવો જોઈએ, તો કૃપા કરીને અમને તમારો પ્રતિસાદ મોકલો.

જો કે અમારી સિસ્ટમ ખામીરહિત હોતી નથી અને કેટલીક ભૂલો કરશે, જેને તમારો પ્રતિસાદ બહેતર બનાવવામાં સહાય કરશે. તમને તમારા સબમિશનનો જવાબ ન મળે, તેમ છતાં તમે સબમિટ કરો તે દરેક વીડિયોનો રિવ્યૂ કરવામાં અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

તમારો પ્રતિસાદ સબમિટ કરતા પહેલાં, ખાતરી કરો કે તમે નિરીક્ષિત અનુભવોનો ઉપયોગ કરતા તમારા કુટુંબો માટેના કન્ટેન્ટ સેટિંગ વિશે વાંચી લીધું છે.

સામાન્ય પ્રશ્નો

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ પર કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી?

YouTubeમાં સામાન્ય રીતે ઉપલબ્ધ થતી કેટલીક સુવિધાઓને અલગ-અલગ કન્ટેન્ટ સેટિંગ વિકલ્પોમાં બંધ કરેલી હશે. સમય જતાં વધુ સુવિધાઓ શરૂ કરવા માટે અમે માતાપિતા અને ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. સુવિધાઓની સૂચિ માટે અહીં જાઓ.

શું નિર્માતાઓને આ કન્ટેન્ટ સેટિંગને પસંદ કે નાપસંદ કરવાનો વિકલ્પ મળે છે?

અત્યારે નહીં -- કયા વીડિયો શામેલ કરવામાં આવે તે નક્કી કરવા માટે અમે વપરાશકર્તાના ઇનપુટ, મશીન લર્નિંગ અને માનવ રિવ્યૂ આ તમામનો એકસાથે ઉપયોગ કરીશું.

શું નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ YouTube પરના બધા દર્શકોને અસર કરશે?

ના, નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ એ માતાપિતા માટે નવો ઉકેલ છે અને YouTube પરના સામાન્ય એકાઉન્ટ (નિરીક્ષણ હેઠળના નહીં) માટેના તમારા કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયા અથવા શોધક્ષમતા પર કોઈ અસર પડશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7416674056885004112
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false