તમારા વીડિયો પર અમાન્ય ટ્રાફિક

અમાન્ય ટ્રાફિક એ તમારી ચૅનલ પરની એવી કોઈ પ્રવૃત્તિ છે કે જે વાસ્તવિક વપરાશકર્તા અથવા વાજબી રૂચિ ધરાવતા વપરાશકર્તા નથી કરતા. તેમાં વીડિયો જાહેરાતની કમાણી બૂસ્ટ કરવા માટેની કપટપૂર્ણ, કૃત્રિમ રીતો કે ઈરાદા વિનાની રીતો પણ શામેલ થઈ શકે છે.

વીડિયો પર અમાન્ય ટ્રાફિકના ઉદાહરણ આ મુજબ છે:

  • "ટ્રાફિક બૂસ્ટિંગ" સેવાઓ અને કાયદેસરનાં જાહેરાત નેટવર્કનો દાવો કરનારી બીજી સેવાઓ સહિત ઑટોમેટિક અથવા ત્રીજા પક્ષ દ્વારા પ્રોત્સાહિત ટ્રાફિક.
  • મિત્રો કે સંપર્કો આખો દિવસ તમારા વીડિયોનું પ્લેલિસ્ટ ચાલુ રાખ્યા કરે, જેના કારણે આ વીડિયો પર જાહેરાતો ચાલવાથી જાહેરાતનો ટ્રાફિક બૂસ્ટ થાય.
  • તમારા દર્શકોમાં એવી ઘોષણા કરવી કે જાહેરાતની કમાણી વધારવા હેતુ જાહેરાતનો ટ્રાફિક બૂસ્ટ કરવા માટે ચોક્કસ વીડિયોને તેઓએ જોવો જોઈએ કે તેના પર ક્લિક કરવું જોઈએ.

તમારા વીડિયો પરનો ટ્રાફિક માન્ય છે કે અમાન્ય તે નક્કી કરવા માટે અમારી સિસ્ટમ ટ્રાફિક ક્યાંથી અને કેવી રીતે આવ્યો હતો, તેને ધ્યાને લીધા વિના તેના પરના ટ્રાફિકનું વિશ્લેષણ કરે છે. એ મહત્ત્વનું છે કે નિર્માતાઓ, જાહેરાતકર્તાઓ અને દર્શકો માટે પ્લેટફોર્મને કાર્યરત રાખવા હેતુ અમે ઝડપથી અમાન્ય ટ્રાફિકનું નિરાકરણ લાવીએ છીએ. અમાન્ય ટ્રાફિક સામે અમારી જાહેરાતની સિસ્ટમને બચાવવાનું ચાલુ રાખવાથી પ્લેટફોર્મ પર રોકાણ કરવામાં જાહેરાતકર્તાઓનો ભરોસો બન્યો રહે છે, જેનાથી નિર્માતાઓ જે શ્રેષ્ઠ કન્ટેન્ટ બનાવે છે, તેના વડે તેમને કમાણી કરવામાં મદદ મળે છે. 

કેટલીક વખત, નિર્માતાઓના ધ્યાને આવશે કે તેમની ચૅનલો અમાન્ય ટ્રાફિકથી અસર પામી છે, પછી ભલે તેઓ આમ ઈરાદાપૂર્વક ન કરતા હોય. આનો અર્થ થાય છે કે ક્યારેક એવો સમય હોય છે જ્યારે નિર્માતાઓ એ બાબતથી જાગરૂક હોતા નથી કે તેમને મળેલી પ્રવૃતિ અમાન્ય ટ્રાફિકનું પરિણામ છે.

અમે તેને રોકવા માટે સઘન પ્રયત્નો કરીએ છીએ ત્યારે અમાન્ય ટ્રાફિકના કેટલાક પ્રકારો બની જાય પછી જ તેને અમારી સિસ્ટમ ઓળખી શકે છે. તેના પરિણામે, YouTube Analytics અને YouTube માટે AdSenseમાં વ્યૂ અને કમાણીમાં ગોઠવણ કરવામાં આવે છે. જ્યારે તમે આ ગોઠવણો જુઓ, ત્યારે તેનો અર્થ એ છે કે અમાન્ય ટ્રાફિક સંબંધિત અમારા સંરક્ષણો, પ્લૅટફૉર્મને સુરક્ષિત કરવા માટે કામ કરી રહ્યાં છે, પછી જરૂરી નથી કે તમે તે ટ્રાફિકને જનરેટ કર્યો ન હોય કે વધાર્યો ન હોય.

અમાન્ય ટ્રાફિક વિશે વધુ માહિતી માટે, YouTube સમુદાયનું સહાય ચર્ચામંચ તપાસો.

અમાન્ય ટ્રાફિક તમારી કમાણીને કેવી રીતે અસર કરે છે

જો તમારી ચૅનલ પર અમાન્ય ટ્રાફિક આવે છે, તો તમને આમ દેખાઈ શકે છે:

  • તમારા વ્યૂ અને કમાણીમાં ઘટાડો. તમે YouTubeમાં વ્યૂ કાઢી નાખવા માટેની ગોઠવણો જોઈ શકો છો અને આથી અમાન્ય ટ્રાફિક સાથે જોડાયેલી કમાણીમાં પણ ફેરફાર થાય છે.  
  • તમારી ચૅનલમ પર ઓછી જાહેરાતો આવે છે. અમાન્ય ટ્રાફિકનું જોખમ ઘટી ગયું હોવાનું અમારી સિસ્ટમ નક્કી કરે ત્યાં સુધી અમે જાહેરાત સેવાને હંગામી ધોરણે મર્યાદિત કરી શકીએ છીએ, જેનાથી વ્યૂમાં સાતત્યતા હોવા છતાં તમારી કમાણીને અસર થઈ શકે છે.
  • તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાંની ગોઠવણો. તમને કરવાની થતી ચુકવણીની ગણતરી થઈ ગયા બાદ કે ચુકવણી થઈ ગયા બાદ જો અમને અમાન્ય ટ્રાફિકમાંથી થયેલી કમાણીની ઓળખ થાય તો તમારા YouTube માટે AdSenseના હાલના કે ભવિષ્યના બૅલેન્સમાંથી રકમ ઓછી કરવામાં આવે છે.
  • ચુકવણીમાં વિલંબ. તમારી ચૅનલ પરના ટ્રાફિક અને તેની સાથે જોડાયેલી કમાણીની તપાસ કરવા માટે ચુકવણીઓ કરવામાં 90 દિવસ જેટલો વિલંબ થઈ શકે છે. જો કમાણીઓ અમાન્ય હોવાનું નક્કી થાય તો, તેને વિથ્હોલ્ડ કરી શકાય છે અથવા ઓછી કરી શકાય છે.

YouTube Analyticsમાં તમારી અંદાજીત કમાણીને અમાન્ય ટ્રાફિક કેવી રીતે અસર કરી શકે, તેના વિશે વધુ જાણો

જ્યારે અમાન્ય ટ્રાફિક જોવા મળે છે, ત્યારે જાહેરાતકર્તાઓ પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવતું નથી અથવા જ્યાં ઉચિત અને શક્ય હોય ત્યાં તેમને રિફંડ આપવામાં આવે છે. 

અમાન્ય ટ્રાફિકમાંથી થયેલી કમાણી કાઢી નાખવા માટે તમારી YouTube માટે AdSenseની કમાણીને ચુકવણી પહેલાં ઉધારવામાં આવશે. અમાન્ય ટ્રાફિકના કારણે ઉધારવામાં આવેલી કોઈપણ રકમ YouTube માટે AdSenseમાં ચુકવણીના પેજ પર અલગ લાઇન આઇટમ તરીકે દેખાશે. 

જો ચૅનલ પર મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ અમાન્ય હોવાનું ઘ્યાને આવે, તો સંબંધિત YouTube માટે AdSense એકાઉન્ટ સસ્પેન્ડ કે કાયમ માટે બંધ થઈ શકે છે. જ્યારે નિર્માતાઓનું YouTube માટે AdSense એકાઉન્ટ બંધ કરવામાં આવે, ત્યારે તેની પાસે અપીલ કરવાનો વિકલ્પ હોય છે. YouTube ચૅનલ પર કમાણી કરવાની અમારી પૉલિસીઓ અનુસાર, આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરવાથી તમારા કોઈપણ એકાઉન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી શકે છે. જો તમને લાગતું હોય કે આ ભૂલ છે, તો તમે અપીલ કરી શકો છો. જો પૉલિસીના ઉલ્લંઘનની તકરાર પાછી લેવામાં આવે, તો એકવાર YouTube Studio માટે જરૂરી યોગ્યતા પ્રાપ્ત કરી લો, પછી તમે કમાણી કરવાની પ્રક્રિયા માટે અરજી કરી શકો છો.

અમાન્ય ટ્રાફિક રોકવા માટેની ટિપ

જો તમારી ચૅનલમાં અમાન્ય ટ્રાફિક આવે, તો તેને રોકવામાં તમને મદદ કરવા માટેની સામાન્ય રીતો માટે આ ટિપ્સ જુઓ: 

  1. વીડિયો બનાવવા અને તમારી ચૅનલને બિલ્ડ કરવા માટે બિનવિશ્વાસુ પક્ષો સાથે ભાગીદારી કરવાનું ટાળો. ઉદાહરણ તરીકે, તમારા વ્યૂ, લાઇક કે સબ્સ્ક્રિપ્શન વધારવાનો દાવો કરનારી સેવાઓ ટાળવી શ્રેષ્ઠ રહે છે. પછી ભલે ત્રીજા પક્ષો કહેતા હોય કે તેઓ તમારી ચૅનલ પર વાસ્તવિક ટ્રાફિક લાવે છે, તે કૃત્રિમ રીતે ઊભો કરેલો અમાન્ય ટ્રાફિક હોઈ શકે છે. 
  2. તમારા વીડિયો પરની જાહેરાતો પર ક્લિક કરશો નહીં, પછી ભલે તમને કદાચ એમ લાગે કે આમ કરવામાં કોઈ વાંધો નથી. જ્યારે નિર્માતાઓ તેમના પોતાના વીડિયો પરની જાહેરાતો પર ક્લિક કરે છે ત્યારે અમારી સિસ્ટમ તેની ઓળખ કરે છે. જો સમયાંતરે આ વર્તન સાતત્યપૂર્ણ રીતે જોવા મળે, તો જાહેરાતકર્તાઓ અને નિર્માતાની ઇકોસિસ્ટમ બન્નેને બચાવવા માટે તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે.
  3. ક્યારેય પણ તમારી કમાણી વધારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિને તમારી જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં, પછી ભલે તે સારા કારણથી કે ચેરિટેબલ હેતુ માટે હોય.
અમાન્ય ટ્રાફિક રોકવા માટેની વધુ ટિપ વિશે અમારા સહાયતા કેન્દ્રમાં વધુ જાણો.

સંસાધનો

નોંધ: અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા મુજબ પીળાં આઇકન વીડિયોને સોંપવામાં આવે છે. તે અમાન્ય ટ્રાફિકની આ પૉલિસીનાં આધારે સોંપવામાં આવતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5183895897485455582
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false