તમારા ઑડિયન્સ સાથે જોડાવા માટે, YouTube Studioમાં તમારા પ્લેલિસ્ટ બનાવવાની, તેમાં ફેરફાર કરવાની, તેને મેનેજ કરવાની અને તેને ફિલ્ટર કરવાની રીત જાણો.
નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.
Android માટે YouTube Studio ઍપ
પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરો
- YouTube Studio ઍપ ખોલો.
- સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
- તમે પ્લેલિસ્ટમાં ઉમેરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
- ફેરફાર કરો પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટમાં ઉમેરો પર ટૅપ કરો અને તમે ઉમેરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
- થઈ ગયું પર ટૅપ કરો.
- સાચવો પર ટૅપ કરો.
પ્લેલિસ્ટમાંથી વીડિયો કાઢી નાખો
પ્લેલિસ્ટમાંથી કોઈ ચોક્કસ વીડિયો કાઢી નાખવા માટે, આ પગલાં અનુસરો:
- YouTube Studio ઍપ ખોલો.
- સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
- તમે પ્લેલિસ્ટમાંથી કાઢી નાખવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
- ફેરફાર કરો પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટ પર ટૅપ કરો અને પ્લેલિસ્ટના નામની બાજુના બૉક્સને અનચેક કરો.
- થઈ ગયું પર ટૅપ કરો.
- સાચવો પર ટૅપ કરો.
પ્લેલિસ્ટના સેટિંગ (શીર્ષક, વર્ણન)માં ફેરફાર કરો
YouTube Studio ઍપનો ઉપયોગ કરીને તમે પ્લેલિસ્ટના શીર્ષક, વર્ણન, પ્રાઇવસી, પ્લેલિસ્ટમાં વીડિયોના ક્રમમાં ફેરફાર કરી શકો છો.
- YouTube Studio ઍપ ખોલો.
- સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટ ટૅબમાં, તમે જેમાં ફેરફાર કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
- ફેરફાર કરો પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટના સેટિંગમાં ફેરફાર કરો અને સાચવો પર ટૅપ કરો.
પ્લેલિસ્ટ ડિલીટ કરો
- YouTube Studio ઍપ ખોલો.
- સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટ ટૅબમાં, તમે ડિલીટ કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
- ફેરફાર કરો પર ટૅપ કરો.
- પ્લેલિસ્ટ ડિલીટ કરો પર ટૅપ કરો, પછી ઓકે પસંદ કરો.