YouTube Studioમાં પ્લેલિસ્ટ મેનેજ કરવા

તમારા ઑડિયન્સ સાથે જોડાવા માટે, YouTube Studioમાં તમારા પ્લેલિસ્ટ બનાવવાની, તેમાં ફેરફાર કરવાની, તેને મેનેજ કરવાની અને તેને ફિલ્ટર કરવાની રીત જાણો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

 

પ્લેલિસ્ટ બનાવો

કોઈ નવું પ્લેલિસ્ટ બનાવવા માટે,

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપર જમણા ખૂણામાં, બનાવો  અને પછી નવું પ્લેલિસ્ટ પર ક્લિક કરો.
  3. પ્લેલિસ્ટનું શીર્ષક દાખલ કરો.
  4. તમારા પ્લેલિસ્ટના દૃશ્યતા સેટિંગ પસંદ કરવા માટે, ડ્રૉપ-ડાઉન બૉક્સનો ઉપયોગ કરો.
  5. બનાવો પર ક્લિક કરો.

YouTube Studioમાં કોઈ પૉડકાસ્ટ બનાવવાની રીત વિશે નીચે જાણો અથવા સહાયતા કેન્દ્ર પરના આ લેખની મુલાકાત લો.

પ્લેલિસ્ટના શીર્ષક બાબતે ટિપ:
  • પ્લેલિસ્ટના શીર્ષકો માટે 150 અક્ષરની વર્ણ મર્યાદા છે
  • પ્લેલિસ્ટના શીર્ષકોમાં અમાન્ય અક્ષરો ("<", ">" અને લાઇન વિભાજક "\u2028")નો સમાવેશ કરી શકાતો નથી
પ્લેલિસ્ટના વર્ણન બાબતે ટિપ:
  • પ્લેલિસ્ટના વર્ણનો માટે 5,000 અક્ષરની મર્યાદા છે
  • પ્લેલિસ્ટના વર્ણનોમાં અમાન્ય અક્ષરો ("<", ">" અને લાઇન વિભાજક "\u2028")નો સમાવેશ કરી શકાતો નથી

કોઈ પ્લેલિસ્ટ મેનેજ કરો

તમારું પ્લેલિસ્ટ મેનેજ કરવા માટે,

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3.  પ્લેલિસ્ટ ટૅબ પર ક્લિક કરો.
  4. તમે અપડેટ કરવા માગતા હો તે પ્લેલિસ્ટની બાજુમાં આવેલા મેનૂ  પર ક્લિક કરો.
  5. YouTube પર ફેરફાર કરો પસંદ કરો. તમારું પ્લેલિસ્ટ નવા ટૅબમાં ખુલશે.
    • કોઈ પ્લેલિસ્ટમાંના વીડિયોને સૉર્ટ કરવા માટે, વીડિયોના ક્રમમાં ફેરફાર કરવા ઉપર અને નીચે ખેંચો અને છોડો .
    • કોઈ પ્લેલિસ્ટ શેર કરવા માટે, તમારા પ્લેલિસ્ટની વિગતો પર જાઓ અને શેર કરો  પસંદ કરો. પછી, તમે જ્યાં પ્લેલિસ્ટ શેર કરવા માગતા હો તે પસંદ કરો.
    • સહયોગીઓ ઉમેરવા માટે, તમારા પ્લેલિસ્ટની વિગતો પર જાઓ અને વધુ અને પછી સહયોગ કરો  પર ક્લિક કરો.
    • કોઈ પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરવા માટે, તમારા વીડિયોની વિગતો પર જાઓ અને વધુ  અને પછી વીડિયો ઉમેરો પસંદ કરો. તમે શોધ, URL અથવા તમારી લાઇબ્રેરીમાંથી કોઈ વીડિયો ઉમેરી શકો છો.

પ્લેલિસ્ટના શીર્ષક અથવા વર્ણનમાં ફેરફાર કરો

તમારા પ્લેલિસ્ટની વિગતો અપડેટ કરવા માટે,

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબ પર ક્લિક કરો.
  4. તમારા પ્લેલિસ્ટના શીર્ષક અથવા વર્ણનની બાજુમાં વિગતો  પર ક્લિક કરો અને જરૂરિયાત મુજબ વિગતો અપડેટ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

ટિપ:

  • પ્લેલિસ્ટના શીર્ષકો માટે 150 અક્ષરની વર્ણ મર્યાદા છે
  • પ્લેલિસ્ટના શીર્ષકોમાં અમાન્ય અક્ષરો ("<", ">" અને લાઇન વિભાજક "\u2028")નો સમાવેશ કરી શકાતો નથી
  • પ્લેલિસ્ટના વર્ણનો માટે 5,000 અક્ષરની વર્ણ મર્યાદા છે
  • પ્લેલિસ્ટના વર્ણનોમાં અમાન્ય અક્ષરો ("<", ">" અને લાઇન વિભાજક "\u2028")નો સમાવેશ કરી શકાતો નથી

પ્લેલિસ્ટ ફિલ્ટર કરો

કોઈ પ્લેલિસ્ટ સરળતાથી શોધવા માટે, તમારી શોધનો વ્યાપ ઘટાડવા ફિલ્ટરનો ઉપયોગ કરો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પ્લેલિસ્ટ ટૅબ પર ક્લિક કરો.
  4. તમારા પ્લેલિસ્ટને શીર્ષક મુજબ શોધવા અને ફિલ્ટર કરવા માટે, ફિલ્ટર બાર નો ઉપયોગ કરો અને કીવર્ડ દાખલ કરો.

કોઈ પ્લેલિસ્ટને પૉડકાસ્ટમાં ફેરવવા વિશે

હાલના કોઈ પ્લેલિસ્ટને પૉડકાસ્ટમાં ફેરવવા માટે,

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ  અને પછી પ્લેલિસ્ટ પર જાઓ.
  2. તમે જે પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે નિયુક્ત કરવા માગતા હો, તેના પર કર્સર લઈ જાઓ.
  3. મેનૂ  અને પછી પૉડકાસ્ટ તરીકે સેટ કરો પર ક્લિક કરો.
  4. તમારા પૉડકાસ્ટની વિગતોનો રિવ્યૂ કરો અને પૉડકાસ્ટની ચોરસ થંબનેલ ઉમેરો. પૉડકાસ્ટની વિગતોમાં શીર્ષક, વર્ણન અને YouTube પર તમારું પૉડકાસ્ટ કોણ જોઈ શકે, તેનો સમાવેશ થાય છે.
  5. તમારા ફેરફારો કન્ફર્મ કરવા માટે, થઈ ગયું પર ક્લિક કરો.

YouTube પર પૉડકાસ્ટિંગ વિશે વધુ જાણવા માટે, સહાયતા કેન્દ્ર પરનો અમારો લેખ જુઓ.

કોઈ પ્લેલિસ્ટમાંથી પૉડકાસ્ટિંગની સુવિધાઓ કાઢી નાખો

તમારા પ્લેલિસ્ટમાંથી પૉડકાસ્ટિંગની સુવિધાઓ કાઢી નાખવા માટે,

  1. YouTube Studioમાં, કન્ટેન્ટ અને પછી પૉડકાસ્ટ પર જાઓ.
  2. તમે જે પ્લેલિસ્ટને પૉડકાસ્ટ તરીકે અનસેટ કરવા માગતા હો, તેના પર કર્સર લઈ જાઓ.
  3. તમારે જે પૉડકાસ્ટમાંથી સુવિધાઓ કાઢી નાખવી હોય, તેની બાજુમાં મેનૂ પર ક્લિક કરો.
  4. પ્લેલિસ્ટ તરીકે સેટ કરો પસંદ કરો.
  5. કન્ફર્મ કરવા માટે હા પર ક્લિક કરો.

YouTube પર પૉડકાસ્ટિંગ વિશે વધુ જાણવા માટે, સહાયતા કેન્દ્ર પરનો અમારો લેખ જુઓ.

પ્લેલિસ્ટના વિશ્લેષણ જુઓ

તમારા દરેક પ્લેલિસ્ટ માટે, પ્લેલિસ્ટમાંના તમારા બધા વીડિયો માટે એકીકૃત કરેલી જાણકારી શોધવા તમે ઓવરવ્યૂ, કન્ટેન્ટ, ઑડિયન્સ અને આવક ટૅબ ઍક્સેસ કરી શકો છો. તમારા પ્લેલિસ્ટના વિશ્લેષણ ઍક્સેસ કરવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13146853724296927139
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false