ખરીદેલી મૂવી અને ટીવી શો ડાઉનલોડ કરો

ખરીદેલા YouTube મૂવી અને ટીવી શો હવે YouTube ઍપનો ઉપયોગ કરીને ઑફલાઇન જોઈ શકાય છે. એકવાર તમે જે કન્ટેન્ટમાં રસ ધરાવો છો તે એકવાર ખરીદો અથવા ભાડે લઈ લો તે પછી તેને iOS અથવા Android ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકાય છે અને કોઈપણ સમયે જોઈ શકાય છે. તમારુ કન્ટેન્ટ જોવા માટે તમારા ડિવાઇસને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

તમારી ખરીદી ડાઉનલોડ કરવા માટે, તમારે ખરીદી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારી YouTube ઍપમાં સાઇન ઇન કરવાની જરૂર પડશે.

ખરીદેલી મૂવી અથવા ટીવી શો એપિસોડ ડાઉનલોડ કરવા માટે તમારે YouTube Premium સબ્સ્ક્રાઇબર હોવું જરૂરી નથી. આ સુવિધા iOS 11 અથવા તેના પછીના વર્ઝન અને Android 16.23 અથવા તેના પછીના વર્ઝન પર ચાલતા સમર્થિત ડિવાઇસ પરના તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

મૂવી અને ટીવી શો એપિસોડ કેવી રીતે ડાઉનલોડ કરવા

તમે ખરીદેલી મૂવી અને ટીવી શોના એપિસોડ પાંચ જેટલા ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકો છો.

ભાડે લીધેલ મૂવી અને ટીવી શોના એપિસોડ એક સમયે માત્ર એક જ ડિવાઇસ પર ડાઉનલોડ કરી શકાય છે. અન્ય ડિવાઇસ પર ભાડે લીધેલ વીડિયો ડાઉનલોડ કરવા માટે, તમારે તેને પ્રથમ ડિવાઇસમાંથી દૂર કરવો પડશે અને પછી તેને ફરીથી ઇચ્છિત ડિવાઇસ પર ડાઉનલોડ કરવો પડશે.

નોંધ: તમે YouTube ઍપ અને Google Play Movies અને ટીવી ઍપ બંને પર એક જ સમયે, એક જ ડિવાઇસ પર મૂવી અથવા ટીવી શો એપિસોડ ડાઉનલોડ કરી શકતા નથી. અન્ય પર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલા તેને એકમાંથી દૂર કરવાની જરૂર પડશે. YouTube પર ડાઉનલોડને કેવી રીતે દૂર કરવું તે તમે નીચે વાંચી શકો છો. તમે Google Play Movies & TV ઍપમાં આવું કેવી રીતે કરવું તે વિશે વધુ માહિતી આ લેખ માં મેળવી શકો છો.

ઑફલાઇન જોવા માટે ભાડા પર અથવા ખરીદી ડાઉનલોડ કરવા માટે, આ પગલાં અનુસરો:

  1. કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ પર અથવા સ્માર્ટ ટીવી પર તમને જોઈતા મૂવી અથવા ટીવી શોના એપિસોડ ખરીદો અથવા ભાડે લો.
  2. iOS અથવા Android ડિવાઇસનો ઉપયોગ કરીને, તમે કન્ટેન્ટ ભાડે લેવા અથવા ખરીદવા માટે ઉપયોગ કર્યો હતો તે જ એકાઉન્ટનો ઉપયોગ કરીને YouTube ઍપમાં સાઇન ઇન કરો.
  3. લાઇબ્રેરી  ટૅબ પર ટૅપ કરો.
  4. તમારા મૂવી અને શો પર ટૅપ કરો. તમે ખરીદેલી અથવા ભાડે લીધેલી મૂવી અને ટીવી શોના એપિસોડ તમારે જ જોવા જોઈએ.
  5. ઑફલાઇન જોવા માટે તમે ડાઉનલોડ કરવા માગતા હો તે મૂવી અથવા ટીવી એપિસોડ પર ટૅપ કરો.
  6. ડાઉનલોડ કરો પર ટૅપ કરો.
  7. વીડિયોની ગુણવત્તા પસંદ કરો તમારી ખરીદેલી ગુણવત્તા અને તમે ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરી રહ્યાં છો તે ડિવાઇસ દ્વારા સમર્થિત ગુણવત્તાના આધારે વિવિધ વીડિયો ગુણવત્તા ઉપલબ્ધ થશે. UHD ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી.
  8. કેટલાક શીર્ષકોમાં ઑડિયો ટ્રૅક માટે એક કરતા વધારેુ ભાષાઓ ઉપલબ્ધ હોય છે. મૂવી અથવા ટીવી શો એપિસોડ માટે મનપસંદ ઑડિયો ટ્રૅક પસંદ કરો. નોંધ: ચોક્કસ મૂવી અથવા ટીવી શો એપિસોડ માટે ઉપલબ્ધ તમામ સબટાઈટલ ઑફલાઇન જોવા માટે ઉપલબ્ધ હશે.
  9. જ્યારે ડાઉનલોડ પૂર્ણ થશે ત્યારે વીડિયો પ્લેયરની નીચે "'ડાઉનલોડ કરેલ" આઇકન  દેખાશે.

જો તમે શોના કેટલાક એપિસોડ ડાઉનલોડ કરવા માગતા હો તો દરેક એપિસોડ માટેના પગલાંઓનું પુનરાવર્તન કરો.

અમુક મોબાઇલ ડિવાઇસ પર, વીડિયો અને પ્લેલિસ્ટ માત્ર તે જ્યારે Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલ હોય ત્યારે જ ડાઉનલોડ કરી શકાય છે. મોબાઇલ નેટવર્ક પર વીડિયો ડાઉનલોડ કરવા માટે:

  1. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  2. સેટિંગ પર ટૅપ કરો.
  3. ફક્ત "બૅકગ્રાઉન્ડ અને ડાઉનલોડ" હેઠળ Wi-Fi પર ડાઉનલોડ ને બંધ કરો.

ડાઉનલોડ કરેલી મૂવી અને ટીવી શોના એપિસોડ કેવી રીતે ઍક્સેસ કરવા

તમે લાઇબ્રેરી  ટૅબ અને પછી ડાઉનલોડ પર ટૅપ કરીને YouTube ઍપમાં તમારી ડાઉનલોડ કરેલી મૂવી અને ટીવી શોના એપિસોડ ઍક્સેસ કરી શકો છો.
ભાડા માટે: તમારી મૂવી અથવા ટીવી શોના એપિસોડ ભાડાના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે. તમે મૂવી અથવા ટીવી શો એપિસોડ ભાડે લીધા પછી, તમારી પાસે તે જોવાનું શરૂ કરવા માટેના 30 દિવસ છે. એકવાર તમે મૂવી ચલાવો પછી, તમારી ભાડાની અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી તમે તેને ગમે તેટલી વખત જોઈ શકો છો. ભાડાની અવધિ સામાન્ય રીતે 48 કલાકની હોય છે, પરંતુ ભાડા માટેના ચેકઆઉટનું ફાઇનલ પેજ તમારા ભાડાની અવધિનો સમયગાળો નોંધશે. વધુ માહિતી માટે અમારા વપરાશના નિયમો જુઓ

મૂવી અને ટીવી શો એપિસોડ ડાઉનલોડમાંથી કેવી રીતે દૂર કરવા

તમારા ડાઉનલોડમાંથી મૂવી અથવા ટીવી શો એપિસોડ દૂર કરવા માટે:
  1. YouTube ઍપમાં, લાઇબ્રેરી  ટૅબ પર ટૅપ કરો.
  2. ડાઉનલોડ પર ટૅપ કરો.
  3. તમે દૂર કરવા માંગો છો તે ડાઉનલોડ કરેલી મૂવી અથવા ટીવી એપિસોડ શોધો.
  4. મૂવી અથવા ટીવી શોના એપિસોડની બાજુમાં મેનૂ '' પર ટૅપ કરો.
  5. ડાઉનલોડમાંથી કાઢી નાખોપર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8068208710287432622
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false